________________
૬. નિર્જરા અધિકાર
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક હવે નિર્જરા પ્રવેશે છે અને તેને આ નાટકની રંગભૂમિ પર ઉતારતાં મહાકવિ અમૃતચંદ્રજી નિર્જરાનું સંપૂર્ણ તત્ત્વ વ્યક્ત કરતું અને જ્ઞાનજ્યોતિનો અપૂર્વ અનન્ય અદ્ભુત મહિમા પ્રકાશનું સમયસાર કળશ કાવ્ય (૧૩૩) લલકારે છે - “રાગ આદિ આસવના રોધથી નિજ ધુરાને ધારણ કરીને પર - પરમ સંવર “સ્થિત” છે, “આગામિ' કર્મને સમસ્ત જ ભરથી - સંપૂર્ણપણે દૂરથી નિસંધતો સ્થિત
ડો ઉભો છે અને પૂર્વબદ્ધ તે કર્મને જ દહવાને અધુના નિર્જરા વ્યાજૂભે છે (વિકસે છે), કારણકે અપાવૃત (આવરણ રહિત) જ્ઞાનજ્યોતિ નિશ્ચય કરીને રાગાદિથી મૂછતી નથી.” ઈ.
હવે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી (૧૯૩) મી ગાથા પ્રકાશે છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આની આત્મખ્યાતિ'માં અપૂર્વ વ્યાખ્યા પ્રકાશી છે - “વિરાગનો ઉપભોગ નિર્જરાર્થે જ છે. રાગાદિ ભાવોના સદ્ભાવે કરી મિથ્યાદેષ્ટિને અચેતન અન્ય દ્રવ્યનો ઉપભોગ બંધ નિમિત્ત જ હોય, તે જ રાગાદિ ભાવોના અભાવે સમ્યગુદૃષ્ટિને નિર્જરા નિમિત્ત જ હોય – આ ઉપરથી દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ આવેદિત કર્યું.” હવે (૧૯૪) મી ગાથામાં ભાવનિર્જરાનું આવેડ્યું છે અને તે “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યું છે.
હવે (૧૯૫) મી ગાથામાં વિષવૈદ્યના દૃષ્ટાંતથી જ્ઞાન સામર્થ્ય અને (૧૯૬) મી ગાથામાં મદ્ય પાયિના દાંતથી વૈરાગ્ય સામર્થ્ય દર્શાવે છે અને “જ્ઞાની સેવતો છતાં સેવતો નથી' એવા ભાવની (૧૯૭) મી ગાથા “આત્મખ્યાતિ'માં સ્કુટ વિવરી છે. “યથા કોઈ પ્રકરણમાં વ્યાપ્રિયમાણ છતાં પ્રકરણના સ્વામિત્વના અભાવને લીધે પ્રાકરણિક નથી, પણ અપર તો ત્યાં અવ્યાપ્રિયમાણ છતાં તેના સ્વામિત્વને લીધે પ્રાકરણિક છે : તથા સમ્યગુદૃષ્ટિ પૂર્વ સંચિત કર્મોદયથી સંપન્ન (સાંપડેલ) વિષયો સેવતો છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવન ફલના સ્વામિત્વના અભાવને લીધે અસેવક જ છે, પણ મિથ્યાષ્ટિ વિષયોને અ-સેવતો (નહિ સેવતો) છતાં રાગાદિ ભાવોના સદૂભાવે વિષય સેવનફલના
સ્વામિત્વને લીધે સેવક છે.” આ “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં અમૃત સમયસાર કળશ (૧૩૬) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “સમ્યગ્દષ્ટિને સ્વરૂપ આપ્તિ અને પરરૂપ મુક્તિ વડે કરીને સ્વ વસ્તૃત્વ કળવાને માટેની જ્ઞાન - વૈરાગ્ય શક્તિ નિયતા હોય છે - જેથી કરીને સ્વ અને પર આ તત્ત્વથી પ્રગટ ભેદ જાણીને આ સ્વમાં રહે છે અને પર રાગયોગથી સર્વતઃ વિરમે છે.” ઈ.
અતઃ (૧૯૮-૧૯૯-૨૦૦) ગાથાની “આત્મખ્યાતિ' ટીકામાં - પરિસ્યુટ પ્રકાડ્યું છે. આમ આત્મખ્યાતિ'માં સમર્થિત કર્યું તેના અનુસંધાનમાં વસ્તુ વ્યતિરેકથી સમર્થિત કરતો અમૃત સમયસાર કળશ (૧૩૭) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - સમ્યગુદૃષ્ટિ સ્વયં આ હું છું. મને કદી પણ બંધ હોય નહિ, એમ ‘ઉત્તાન” - ચતું ઉંચુ કરેલું અને “ઉત્પલક - પુલક - રોમાંચ ઊઠેલું રોમાંચિત વદન ધરતા રાગી છતાં ભલે તેવું આચરો ! તેઓ ભલે સમિતિપરતા આલંબો ! કારણકે અદ્યાપિ પાપા તેઓ આત્મા - અનાત્માના અવગમના વિરહને લીધે સમ્યત્વથી “રિક્ત ખાલી - સમ્યક્ત શૂન્ય છે એવા ભાવનો આ કળશ અદ્ભુત સ્વભાવોક્તિથી સંગીત કરી નીચેની ગાથાનો સંબંધ જોડ્યો છે.
રાગી સમ્યગુદૃષ્ટિ કેમ નથી હોતો ? તેની અત્ર આ ગાથામાં (૨૦૧-૨૦૨) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ યુક્તિ યુક્ત કારણ મીમાંસા પ્રકાશી છે – “રાગાદિનું પરમાણુમાત્ર પણ જેને વિદ્યમાન છે તે સર્વાગમધર પણ આત્માને જ નથી જાણતો અને આત્માને નહિ જાણતો તે અનાત્માને પણ નહિ જાણતો, જીવાજીવને નહિ જાણતો સમ્યગુદૃષ્ટિ કેમ હોય છે ?' આનું “આત્મખ્યાતિ'માં અત્યંત તર્કશુદ્ધ અનન્ય સમર્થન કરી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે.
હવે નીચેની ગાથામાં (૨૦૩) પદનું નિરૂપણ આવે છે તેનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૩૮) અમૃતચંદ્રજી પરમ આત્મભાવાતિશયથી લલકારે છે – “આસંસારથી માંડીને પ્રતિપદે આ