________________
૫. સંવર અધિકાર
સંવર પ્રરૂપક પંચમ અંક
હવે સંવર પ્રવેશે છે અને તેનો પ્રવેશ કરાવતાં, મહાકવીશ્વર અમૃતચંદ્રજી સંવરના પરમ કારણભૂત ચિન્મય જ્યોતિની પરમ તત્ત્વસ્તુતિ કરતું અને આસ્રવ વિજયી સંવરનું સ્વભાવોક્તિથી તાદેશ્ય ચિત્ર રજૂ કરતું આ પરમાર્થગંભીર સમયસાર કળશ કાવ્ય (૧૨૫) લલકારી આ પંચમાંકનું ભવ્ય ઉદ્ઘાટન કરે છે ‘આસંસારથી માંડીને વિરોધી સંવરના એકાંત જયથી ગર્વિષ્ઠ બનેલા (અવલિપ્ત) આસવના ન્યકાર થકી, જેણે નિત્યવિજય પ્રતિલબ્ધ (પાછો મેળવ્યો) છે એવો સંવર સંપાદતી, પરરૂપથી વ્યાવૃત્ત અને સ્વરૂપમાં નિયમિત, એવી સ્ફુરતી નિજરસ પ્રાભારવંતી ઉજ્જવલ ચિન્મય જ્યોતિ ઉજ્જૈને (ઉલ્લસે) છે.' આ અદ્ભુત અમૃત કળશનું ભાવોદ્ઘાટન આ લેખકે ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી કર્યું છે.
તંત્ર આદિમાં જ સકલ કર્મ સંવરણ પરમ ઉપાય એવા ભેદવિજ્ઞાનને આચાર્યજીએ અભિનંદે છેઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં કોઈ પણ ઉપયોગ છે નહિ, ક્રોધમાં નિશ્ચયે ક્રોધ જ છે, ઉપયોગમાં નિશ્ચયે ક્રોધ નહિ. (૨) અષ્ટ વિકલ્પ કર્મમાં તેમજ નોકર્મમાં ઉપયોગ છે નહિ અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ છે નહિ. (૩) અવિપરીત જ્ઞાન જ્યારે જ જીવને હોય છે, ત્યારે ઉપયોગ શુદ્ધાત્મા કંઈ પણ કિંચિત્ ભાવ નથી કરતો.' આ (૧૮૧-૧૮૩) ત્રણ ગાથાનો ભાવ અદ્ભુત ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ યુક્તિથી બહલાવ્યો છે. તેથી જ્ઞાન જ જ્ઞાનમાં જ, ક્રોધાદિ જ ક્રોધાદિમાં જ – એમ સાધુ (સમ્યક્) સિદ્ધ ભેદવિજ્ઞાન છે.' આમ આ ગાથાના ભાવનું ‘આત્મખ્યાતિ’માં અપૂર્વ અદ્ભુત વ્યાખ્યાન કરી અમૃતચંદ્રજીએ પ્રસ્તુત ભેદવિજ્ઞાનના અભિનંદનને બળવાનપણે પરિપુષ્ટ કર્યું છે અને આ ઉપરોક્ત ભાવની પુષ્ટિ અર્થે પરમ આત્મભાવોલ્લાસથી પરમ ભાવિતાત્મા આચાર્યવર્ય અમૃતચંદ્રજી સારસમુચ્ચયરૂપ આ સમયસાર કળશ (૧૨૫) લલકારી ભેદજ્ઞાન અને તેના ફલરૂપ શુદ્ધાત્માનુભવને અભિનંદે છે (Haals) : - ‘ચિદ્રૂપરૂપણું અને જડરૂપપણું ધારણ કરતા બેનો દારુણ અંતર્ દારણ' અંત૨ ક૨વત વડે પરિતઃ સર્વથા વિભાગ કરીને આ નિર્મલ ભેદજ્ઞાન ઉદય પામે છે, તો હવે (અધુના) શુદ્ધજ્ઞાનથનૌઘ એકને અઘ્યાસિત ને દ્વિતીયથી વ્યુત સંતો મોદ પામો ! આનંદો !' આમ પરમ આત્મભાવપૂર્ણ અમૃત કળશ લલકારી અમૃતચંદ્રજી આ ગાથાઓની ‘આત્મખ્યાતિ’ ટીકાના ગદ્ય ભાગનું અનુસંધાન કરતાં પ્રકાશે છે કે - ‘એમ આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનની વૈપરીત્યકણિકા પણ નહિ પામતું અવિચલિત અતિષ્ઠે છે, ત્યારે શુદ્ધોપયોગમય આત્મત્વથી જ્ઞાન જ્ઞાન જ કેવલ સસ્તું, કિંચન પણ રાગ-દ્વેષ-મોહ રૂપ આરચતું નથી, તેથી ભેદવિજ્ઞાન થકી શુદ્ધાત્મોપલંભ (શુદ્ધ અનુભવ) પ્રભવે છે, શુદ્ધાત્મોપલંભ થકી રાગ-દ્વેષ-મોહ અભાવ લક્ષણ સંવર પ્રભવે છે.’
ભેદવિજ્ઞાન થકી જ શુદ્ધાત્મોપલંભ કેમ ? એનો ઉત્તર (૧૮૪-૧૮૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે જેમ કનક (સોનું) અગ્નિથી તમ છતાં તે કનકભાવને પરિત્યજતું નથી, તેમ કર્મોદયથી તમ જ્ઞાની જ્ઞાનિત્વ છોડતો નથી. એમ શાની જાણે છે, પણ અજ્ઞાન તમથી અવચ્છન્ન અજ્ઞાની આત્મસ્વભાવને અ-જાણતો રાગને જ આત્મા જાણે છે.' આ ગાથાનું અલૌકિક અપૂર્વ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે.
-
શુદ્ધોત્યોપલંભ શુદ્ધાત્માનુભવ થકી જ સંવર કેમ ? એનો ઉત્તર (૧૮૬) મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે ‘શુદ્ધ જ વિશેષે કરી જાણતો જીવ શુદ્ધ જ આત્માને લહે છે - (પામે છે) અને અશુદ્ધ જાણતો અશુદ્ધ જ આત્માને લહે છે (પામે છે).' આ ગાથાની અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં કરતાં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વ પ્રકાશ રેલાવ્યો છે.
અત્ર ‘આત્મખ્યાતિ'ના જે કહ્યું તેના ભાવનું સંવર્ધન કરતો અમૃત સમયસાર કળશ (૧૨૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે જો કેમે કરીને' માંડ માંડ કોઈપણ પ્રકારે ધારાવાહી બોધન' વડે
૯૩