________________
દર્શન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવથી પરિણમે છે, તેથી જ તે વિવિધ પુદ્ગલ કર્મોથી બંધાય છે.' આનો અદ્ભુત અલૌકિક અનુપમ પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગાદિનો સ્પષ્ટ ભેદ દર્શાવી નિખુષપણે સમજાવ્યો છે અને “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૧૬) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવ ઉલ્લાસથી લલકાર્યો છે - “નિજ બુદ્ધિપૂર્વક સમગ્ર રાગને હંમેશા સ્વયં સંન્યસતો (ત્યજતો), તે અબુદ્ધિપૂર્વકને પણ જીતવાને વારંવાર સ્વશક્તિને સ્પર્શતો, જ્ઞાનની સકલ પરિવૃત્તિને જ (પરિવર્તનને જ) ઉચ્છેદતાં પૂર્ણભવનું આત્મા જ્ઞાની જ્યારે હોય, ત્યારે નિશ્ચય કરીને નિત્ય નિરાસ્રવ હોય.” ઈ.
અત્રે આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૧૭) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “સર્વ જ દ્રવ્યપ્રત્યય સંતતિ જીવતી સતે, જ્ઞાની નિત્યમેવ નિરાગ્નવ ક્યાંથી ? એમ જે મતિ હોય તો નીચેની ગાથાઓમાં (૧૭૩-૧૭૬) સમાધાન દર્શાવીએ છીએ, અને આનો ભાવ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે.
આ જે “આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં કહ્યું તેનું સમર્થન કરતો અમૃત સમયસાર કળશ (૧૧૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “સમયને (આત્માને) અનુસરતા પૂર્વબદ્ધ દ્રવ્યરૂપ પ્રત્યયો યદ્યપિ સત્તા છોડતા નથી, તથાપિ સકલ રાગ-દ્વેષ-મોહના બુદાસને લીધે જ્ઞાનીને કદી પણ કર્મબંધ અવતરતો નથી.” હવે નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૧૯) અમૃતચંદ્રજી લલકારે છે - “રાગ-દ્વેષ-વિમોહનો કારણકે જ્ઞાનીને અસંભવ છે તેથી જ એને બંધ નથી, તેઓ જ બંધનું કારણ છે.” આ કળશથી સૂચિત આ ગાથા (૧૭૭-૧૭૮) આચાર્યજી પ્રકાશે છે - “રાગ, દ્વેષ અને મોહ આગ્નવો સમ્યગુદૃષ્ટિને નથી, તેથી આગ્નવભાવ વિના પ્રત્યયો હેતુ હોતા નથી. ચતુર્વિકલ્પ અષ્ટ વિકલ્પનું કારણ કહ્યું છે અને તેઓનું (ચતુર્વિકલ્પનું) પણ રાગાદિ (કારણ કહ્યું છે), તેઓના (રાગાદિના) અભાવે બંધાતા નથી.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ સુયુક્તિથી વિવર્યો છે.
હવે આ અને આ પછીના બે અમૃત સમયસાર કળશ (૧૨૦-૧૨૧) નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરે છે અને શુદ્ધનયની અન્વય - વ્યતિરેકથી મહાપ્રતિષ્ઠા કરનારા આ પરમ અમૃત સમયસાર કળશ કાવ્યો અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યા છે - “ઉદ્ધત બોધચિહ્નવાળા શુદ્ધનયને અધ્યાસીને - સ્થિતિ કરીને જેઓ સદૈવ ઐકાગ્ય જ - એકાગ્રપણું જ કળે છે - અનુભવે છે, તેઓ સતત રાગાદિથી મુક્ત મનવાળા હોતાં, બંધવિધુર - બંધરહિત એવો સમયનો સાર દેખે છે, અર્થાતુ અબંધ સમયસારનો - શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે.” પણ એથી ઉલટું - “જેઓ શુદ્ધનયથી પ્રશ્રુત થઈને “વિમુક્ત બોધ” - બોધ વિમુક્ત કર્યો છે મૂકી દીધો છે એવા સતા પુનરેવ રાગાદિ યોગને પામે છે, તેઓ અહીં પૂર્વબદ્ધ દ્રવ્ય આસ્રવોથી વિચિત્ર - નાના પ્રકારની વિકલ્પ જલ જેમાં કરાયેલી એવો કર્મબંધ ધાવે દોડે છે.” ઈ. આમ અમૃતકળશની સૂચિત બે ગાથા (૧૭૯-૧૮૦) પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “જેમ પુરુષથી પ્રહાયેલો આહાર તે ઉદરાગ્નિ સાથે સંયુક્ત સતો માંસ ચરબી - રુધિરાદિ અનેકવિધ ભાવો પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે જે પ્રત્યયો બદ્ધ છે, તે બહુવિકલ્પવાળું કર્મ બાંધે છે, પણ તે (બાંધનારાં) જીવો તો નયપરિહીન હોય.” આ ગાથાનો ભાવ નિખુષ ન્યાયયુક્તિથી “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્યો છે. તેને અનુસરીને આ લેખકે પણ “અમૃત જ્યોતિ મહાભાષ્યમાં યર્કિંચિત્ દિગ્ગદર્શન કરાવ્યું છે.
અને આમ આ ઉપરથી ઉપસંહાર કરતાં મહાકવીશ્વર કળશ કાવ્ય સ્રષ્ટા આર્ષ દૃષ્ટા કવિબ્રહ્મા પરંબ્રહ્મ સ્વરૂપ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના અને આ શાસ્ત્રના તાત્પર્ય બોધ રૂપ આ ત્રણ અમૃત સમયસાર કળશ (૧૨૨-૧૨૩-૧૨૪) લલકાર્યા છે -
૧. “આજ અત્રે તાત્પર્ય છે કે શુદ્ધનય હેય નથી જ, તેના અત્યાગ થકી બંધ છે નહિ, તેના ત્યાગ થકી નિશ્ચય કરીને બંધ જ છે.'