________________
સમયસાર : આત્મખ્યાતિ
૪. આસ્રવ અધિકાર
આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક હવે ચોથા અંકમાં “આસવ' નામક પાત્ર પ્રવેશે છે અને તેનો અભુત નાટકીય રીતિથી પ્રવેશ કરાવતાં મહાકવીશ્વર અમૃતચંદ્રજી તાદેશ્ય શબ્દચિત્ર આલેખતું કળશ (૧૧૩) કાવ્ય લલકારે છે – “હવે મહામદથી નિર્ભર મંદગતિ (મંથર) એવા રણસંગ્રામરૂપ રંગભૂમિમાં આવી પહોંચેલા આમ્રવને, આ ઉદાર-ગભીર મહોદય દુર્જય બોધ-ધનુર્ધર (જ્ઞાન-બાણાવળી) જીતે છે.” ઈ. આ સર્વ ભાવ આ લેખકે અમૃત મહાભાષ્યના વિસ્તારથી વિવેચ્યો છે.
તત્ર - આ ગાથામાં (૧૬૪-૧૬૫) આચાર્યજીએ આમ્રવનું સ્વરૂપ પ્રકાશ્ય છે - મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ (એ પ્રત્યેક) સંશ - અસંશ (ચેતન-અચેતન) હોય છે. જીવમાં બહુવિધ ભેજવાળા તે તેના જ અનન્ય પરિણામો છે. તેઓ (મિથ્યાત્વાદિ) વળી જ્ઞાનાવરણાદિક કર્મનું કારણ હોય છે અને તેઓનું (મિથ્યાત્વાદિન) પણ કારણ રાગ-દ્વેષાદિભાવ કરનારો જીવ હોય છે. આ ગાથાનું તત્ત્વસર્વસ્વ સમર્પક અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ વ્યાખ્યાત કર્યું છે. પણ જ્ઞાનીને તેનો અભાવ એમ (૧૬૬) ગાથામાં દર્શાવ્યું છે - “પણ સમ્યગુદૃષ્ટિને આગ્નવબંધ નથી, આગ્નવ નિરોધ છે, સત્તામાં રહેલા તે પૂર્વ નિબદ્ધોને (આમ્રવને) તે - નહિ બાંધતો સંતો - જાણે છે.” હવે (૧૬૭) ગાથામાં રાગ-દ્વેષ-મોહનું આસ્રવત્વ નિયમે છે - “જીવથી કરાયેલો રાગાદિત ભાવ જ બંધક કહ્યો છે, રાગાદિ વિપ્રમુક્ત (સર્વથા પ્રમુક્ત) ભાવ જ અબંધક એવો કેવલ જ્ઞાયક જ છે. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ લોહચુંબક અને લોહસૂચિના અદ્દભુત દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી અત્યંત સમર્થિત કર્યો છે. હવે (૧૬૮) મી ગાથામાં રાગાદિથી અસંકીર્ણ ભાવનો સંભવ દર્શાવે છે - “પક્વ ફલ પતિત થયે - પડી ગયે જેમ ફલ પુનઃ બીંટ સાથે બંધાતું નથી, તેમ જીવનો કર્મભાવ પતિત થયે - પડી ગયે પુનઃ ઉદય પામતો નથી.” આ ગાથાના ભાવને “આત્મખ્યાતિ'માં ઓર પુષ્ટ કર્યો છે અને તેના અનુસંધાનમાં અમૃતચંદ્રજીએ અમૃત સમયસાર કળશ (૧૧૪) સંગીત કર્યો છે - “રાગ-દ્વેષ-મોહ વિના જે ભાવ જીવનો હોય, જ્ઞાનનિવૃત્ત (જ્ઞાનમય) જ હોય, તે આ સર્વ દ્રવ્યકર્મ આસ્રવ ઓઘોને (સમૂહોને) સંધતો એવો સર્વ ભાવઆગ્નવોનો અભાવ છે.' અતઃ એવ (૧૬૯) મી ગાથામાં જ્ઞાનીને દ્રવ્યાસવ અભાવ દર્શાવે છે - “પૂર્વનિબદ્ધ પ્રત્યયો તો તેને-જ્ઞાનીને પૃથ્વી પિંડ સમાન છે, તે તો સર્વેય કર્મશરીરની સાથે બદ્ધ (બંધાયેલા) છે.” આ વસ્તુ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી છે અને આ સર્વ પરથી ફલિત થતો ભાવ અમૃત કળશમાં (૧૧૫) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “ભાવઆગ્નવોના અભાવને પ્રપન્ન (પામેલો) અને દ્રવ્યાસ્ત્રવોથી સ્વત એવ (આપોઆપ જો ભિન્ન એવો જ્ઞાની સદા જ્ઞાનમય એકભાવ નિરાગ્નવ જ્ઞાયક એક જ છે.” ઈ. - જ્ઞાની નિરાગ્નવ કેવી રીતે ? તે (૧૭૦) મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “કારણકે ચતુર્વિધ (પ્રત્યયો) બે જ્ઞાન - દર્શન ગુણોએ કરીને અનેક ભેદવાળું (કર્મ) સમયે સમયે બાંધે છે, તેથી જ્ઞાની અબંધ જ છે.' આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં વિવર્યો છે - “જ્ઞાની” નિશ્ચયે પ્રથમ તો આગ્નવ ભાવ - ભાવનાના અભિપ્રાય અભાવને લીધે નિરાસ્રવ જ છે, પણ જે તેને પણ દ્રવ્ય પ્રત્યયો પ્રતિસમયે અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ પ્રતિબંધે છે, તેમાં જ્ઞાન-ગુણ પરિણામ જ હેતુ છે' અને જ્ઞાનગુણ પરિણામ બંધહેતુ કેવી રીતે ? તે (૧૭૧) મી ગાથામાં પ્રકાશે છે – “કારણકે જઘન્ય જ્ઞાનગુણને લીધે જ્ઞાનગુણ પુનઃ પણ અન્યત્વ પરિણમે છે, તેથી જ તે બંધક કહ્યો છે.' આનો ભાવ “આત્મખ્યાતિમાં પરિસ્કૂટ સમાવ્યો છે - “જ્ઞાન ગુણ ફુટપણે જ્યાં લગી જઘન્ય ભાવ ત્યાં લગી તેનો - અંતર્મુહૂર્તમાં વિપરિણામિપણાને લીધે - પુનઃ પુનઃ અન્યતાથી પરિણામ છે અને તે તો યથાખ્યાત ચારિત્ર અવસ્થાની અધઃ હેઠેમાં અવશ્યભાવી (અવશ્ય હોનારા) રાગ સદ્ભાવને લીધે બંધહેતુ જ હોય.' એમ સતે જ્ઞાની નિરાગ્નવ કેમ ? તે આ (૧૭૨) મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્ય છે - “કારણકે જ્ઞાની
૯૦