________________
४२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વલી જે સાધુને જોતાં સાધ્વી ભય પામતી હોય તે સાધુ સાધ્વીને ક્ષેત્રાંતરે પહોંચાડે. પરંતુ જે સાધુને જોઈ સાધ્વી હસે તેમ સાધ્વીને જોઈ સાધુ હસે તે (સાધુ) સાધ્વીઓને ક્ષેત્રાંતરે ન પહેાંચાડે, એવી રીતે સિદ્ધાંતમાં ઘણી યતનાવિધિ કહી છે, પરંતુ હમણાં સંધાડાબહુ ધરના વ્યવહારે ભણે ભણાવે ગુણાવે. ( સાધ્વીઓ ) વારંવાર ( સાધુના ) ઉપાશ્રયે આવ જાવ કરે, આપસમાં એક ખીજાની લજ્જા તૂટી હોય તેવા સાધુએ સાધ્વીએને ( અન્ય ) ક્ષેત્રે ન પહોંચાડે, આપ રાખી રમશે. તેને ઘણા લાભ થશે, બીજા ગચ્છોનીએ સાધ્વી બધી પેાતાની મેળેયતનાપૂર્વક વિહાર કરે છે લોકાપવાદ ટાળે છે (અને) સંયમ પણ પાલે છે. એક મોટા (સંધાદિક ) સાથેના સયેાગે ખપ કરે છે, બીજું ઉત્સર્ગ માથી જ્યાં જવા આવાને રસ્તા એક હોય તેવા ક્ષેત્રમાં સાધુ-સાધ્વીએ એકત્ર ચોમાસુ એ ન રહે તેા પછી વગર કારણે એકત્ર વિહાર કેમ કરશે ? વિચારી જોજો. આ વિષયમાં બૃહત્ કલ્પભાષ્યની ( ટીકા ) જોઇ લેવી.
“ આવી રીતે ઉપાશ્રય તથા દલ્લામાતરાની ભૂમિ જોવી આદિ વિધિએ સાધ્વીયેાગ્ય ક્ષેત્રની પ્રતિલેખના કરવી. ત્યાર બાદ સાધ્વીઓના સમુદૃાયને તે ક્ષેત્રમાં લાવવાનું હાય, કેવી રીતે લાવવું ? તે કહે છે— રસ્તામાં કાઇ જાતના ભય કે બાધા ન હાય તો સાધુથી પાછળ, અને જો રસ્તામાં ચારકે જાનવરાદિકને ભય હાય તો સાધુની જોડે યાતા આગળ રહીને સાધ્વી ચાલે ” એટલે (અન્ય) ક્ષેત્રે પહેાંચાડવાનું એક કારણ ( આ કહ્યું ), તેમાં વળી ખીજો કારણ એ જાણવા− નિર્ભય રસ્તામાં સાધ્વીના ગૃસ્થપણાનાં ( જે સાધુ )
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com