________________
प्रश्नोत्तर-परिशिष्ट
ર૭.
વ્યાખ્યાને વાંચેલા જગજાહેર છે, બીજું તપ ગચ્છના માન્ય આચાર્ય શ્રીહીર વિજયસૂરિ બહીર પ્રશ્નોત્તરમાં સ્પષ્ટ કર્થ છે કે"दशवकालिकवृत्तिप्रमुखग्रन्थमध्ये 'यतिः केवलश्राद्धीसभाग्रे व्यख्यान न करोति, रागहेतुत्वादित्युक्तमस्ति, एतदनुसारेण साध्यपि केवलश्राद्धसभाध्ये व्याख्यानं न करोति, रागहेतुत्वादिति ज्ञायते।"
( હીર પ્ર. ૩ પ્રકાશ ) અર્થાતઃ રગને હેતુ હોવાના અંગે કેવલ શ્રાવિકાઓની સભા આગળ સાધુ વ્યાખ્યાન ન કરે., એમ દશવૈકાલિક ટીકા આદિ ગ્રંથમાં કહેલ છે, એના અનુસાર સાધી પણ “રાગનો હેતુ હેવાના અંગે કેવળ શ્રાવકની સભા આગળ વ્યાખ્યાન ન કરે એમ જણાય છે. હીરવિજ્યસૂરિજીના આ કથનનું ફલિતાર્થ એ થયું કે–શ્રાવિકામિશ્રિત શ્રાવકે (પુરૂષ) ની સભા આગળ સાધ્વીનું વ્યાખ્યાન શાસ્ત્રવિરૂદ્ધ નથી, આ રીતે પિતાના પરમગુરૂઓના કથનને પણ ઠોકર મારીને પુરૂષમાત્રનાય આગળ સાધ્વીના વ્યાખ્યાનને જે એકાંત નિષેધ કરે, તે ઈર્ષા મહાદેવીને જ મહામ્ય છે.
વળી એજ બોલપર ટિપ્પણ કરી જંખ્યાચાર્ય લખે છે કે “તપગચ્છમાં સાધ્વી વ્યાખ્યાનને નિષેધ છે, ખરતરગચ્છવાળા કરે છે, તે શાસ્ત્રવિરૂદ્ધ છે, આના સમર્થનમાં જુઓ હીરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશને પ્રશ્ન ૧૩” એના ઉત્તરમાં જણાવવાનું કે જે તપગચ્છમાં સાળી વ્યાખ્યાનને નિષેધ છે. અને ખરતરગચ્છવાળાઓ કરે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે. તેમ હીરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશના ૧૩ મા પ્રશ્નોત્તરથી
જે એ વાતનું સમર્થન થતું હોય તે પછી હીરવિજયસૂરિ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com