________________
प्रश्नोत्तर तेत्रीसमो
१२३ કર્યું તે બહુ વિચાર્યું અને અયોગ્ય કહ્યું છે. કારણ? તાવવાળા મનુષ્યને વેદ્ય યદિ ઘી લેવો નિષેધે તે શું તે અંતરાય કરનાર કહેવાશે ? (નહીં), તે મહાઉપકારી (કહેવાશે), તેને મંદવાડ મટ્યા પછી તેના માતા પિતાએ ઉપકાર માની દાન દઈ તે વેદ્યને બહુ માને (છે), એ દષ્ટાંત અહિં વિચારો, વલી તીર્થકર ભગવંતએ પુરૂષોથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણ સ્ત્રીઓને જે (છેદ ગ્રંથાદિ ) ) સિદ્ધાંત ભણવાનો નિષેધ કર્યું તો શું તે તીર્થકરદે બધી સ્ત્રીઓને જ્ઞાનાંતરાય કરનારા થયા ? નહીં), તેમ બધી સ્ત્રીઓ સરીખી પણ નથી, છતાં પ્રવૃત્તિ દેષ વારવાથી તેના હિતૈષી થાય તેમ એ (આચાર્ય મહારાજ) પ્રવૃત્તિ દેષને વારવાથી હિતકારી જાણવા, એટલે પુરૂષથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણ સ્ત્રીને પૂજાતરાયનું દેષ તમેએ (સર્વ) વિરતી થઈને કહ્યું તે નિરર્થક થયું સમજવું, ઘણી જીભ ચલાવતાં બધા
કે તેને લબાડ લબાડ કહેશે, જે ગીતાર્થે આ આચરણું કીધી છે તે જિનશાસનના તથા જિનપ્રતિમાના (તેમ) સંઘના હિત માટે (નહીં કે અહિત માટે) કીધી છે, વલી દ્રૌપદી પ્રભાવતી મૃગાંકલેખા પ્રમુખ શ્રાવિકાઓએ જે જિનપ્રતિમા પૂછ તે (સત્ય છે, પરંતુ) ત્યારે કાળ સારે હતા, (તેમને ઋતુધર્મ અવવોના ટાઈમની અનિયમિતતા નહોતી), અથવા દ્રૌપદી કુમારી હતી, અને પ્રભાવતી ગીત નાટક વાદિત્રની પૂજા કરતી, (તેમ) દેવતાદત્ત ફૂલ કમલાતા નહીં, જે ઉતારીને (તાજા ફૂલોથી) પૂજા કરાય. મૃગાંકલેખા તથા દમયંતીએ પિતાની થાપેલી પ્રતિમા પૂછ છે. પણ સૂરિમંત્રધારી (આચાર્ય) ની પ્રતિષ્ઠિત સાતિશય (પ્રતિમા ) નહેતી. એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com