________________
१७६
प्रश्नोत्तर चत्वारिशत् शतक
એમજ આચારાંગનાં કહ્યું છે કે ‘ તે ગામ ( તકાદેથી ) સન્નિરૂદ્ધરોકાયેલ છે ’તેમ દશવૈકાલિક ટીકામાં લખ્યું છે કે— સૂતાદિથી નિષિદ્ધકુલામાં સાધુ ગોચરી પાણીયે ન જાય’ એવીજ રીતે નિશીથભાષ્ય(તથા)ચૂર્ણિમાં × આહારાદિ નિમિત્તે જવાને અયોગ્ય ધરાના વર્ણનમાં સૂતકવાળાના ઘર પણુ અયોગ્ય કહેલ છે, એવી રીતે સમાન્ય પ્રાચીન ગ્રંથાના કથનથી સૂતકવાળાના ઘર અગ્યાર દિવસ સુધી અપવિત્ર હાય છે ( એટલે સાધુને આહાર નિમિત્તે તે સુતકવાલા ઘરમાં જવાનો નિષેધ છે), તે તેના ઘરના પાણી આદિથી જિનપ્રતિમા કેમ પૂજાય ? સિદ્ધાર્થ રાજાના અધિકારમાં (તેણે) પુષ્પ ગધ ધૂપ નૈવેદ્યાદિ અગ્રપૂજા (કરાવી હોય. એમ) સભાવિત છે, જ્યારે તેના ધરે લોકા જમતા નથી. સાધુએ વહોરતા નથી. તે ધર (આખુ એ) અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહે કેમ થઇ શકે ? હાં નૈવેદ્યાદિ અગ્રપૂજા થઇ શકે, વેલી જન્મસૂતકે તેના ઘરના ગેળ સેપારી, નાળીએર આદિ લ્હાણા ( જેમ ) લેાકેા લિયા કરે છે, તેમ નૈવેદ્યાદિ પૂજા ઘટે છે. હમણાં પણ જન્મ (સ્તકવાળા)ના ધર થકી દેરાસરે ધી, નાળેર, સોપારી અક્ષતથાળ આદિ કે જેમાં તે (મૃતકવાળા)ના ઘરનું પાણી ન પડ્યું હાય. તે વસ્તુ લાવી ચડાવે છે. સાધુએ પણ કારણ વિશેષે જન્મસ્તકના ધરના ધી. ગેાળ પ્રમુખ લિએ છે. માટે પૂર્વાચાએ શાસ્ત્રાનુસાર જન્મસૂતકવાળાના ઘરના પાણીથી જિમપ્રતિમાની પૂર્જા નિષેધી છે તે (શાસ્ત્રાજ્ઞા) પ્રમાણુ કરવી, વાસ કપૂર નૈવેદ્યાદિ પૂજા નિષિ નથી. આ રીતે (સ્પષ્ટતાથી) ગીતાર્થાને પૂછ્યું.
× નિશિથ ચૂર્ણિ તુ પણ કથન વ્યવહારવૃત્તિથી અક્ષરેઅક્ષર મળતુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com