________________
प्रश्नोनर अठोनेरमो
२४१
ભાષા-શાસ્ત્રોમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સૂરિમંત્રધારીને કહી છે, જેમ કે ઉમાસ્વાતિ વાચક કહે છે કે “રૂપાના વાટકામાં રહેલ પવિત્ર મધુ અને ઘીથી સ્વર્ણમય શલાકા વડે આચાર્ય જિનપ્રતિમાને નેત્રોજન કરે” એમજ તપાગચ્છની સમાચારીમાં પણ કહેલ છે. સમુદ્રાચાર્ય કૃત પ્રતિષ્ઠા કલ્પમાં કહ્યું છે કે-“છેડાવાળ સફેદ વસ્ત્રથી આચ્છાદિત જિનપ્રતિમાને આચાર્ય મહારાજ સૂરિમંત્રવડે અભિમંત્રિત કરિ ધૂપ આદિ સહિત વાસક્ષેપ કરીને સ્થાપિત કરે” અને નિર્વાણ કલિકામાં (આચાર્ય પાદલિત સુરિ ) કહે છે કે-“આચાર્ય પ્રતિષ્ઠા કરે” (ધનેશ્વરસૂરિકૃત) શત્રુંજય માહામ્યમાં કહ્યું છે કે “જે (આચાર્ય) સૂરિમંત્રવડે અહંદુબિંબની પ્રતિષ્ઠા કરાવે છે” તેમજ વિક્રમ સંવત ૪૭૭ માં રચાયેલ લઘુશત્રુંજય માહાસ્યમાં લખ્યું છે કે “સૂરિમંત્રથી અભિમંત્રિત કરીને પવિત્ર કરેલા વાસક્ષેપ મિશ્રિત અક્ષતનો નિક્ષેપ ખજાઓ. ધ્વજદંડે. અને જિનપ્રતિમાઓ ઉપર આચાર્ય મહારાજે કરવો” ઇત્યાદિ (ખરતર ગચ્છથી પહેલાના પણ) પૂર્વાચાર્યોની પરંપરાએ સૂરિમંત્રે કરી પ્રતિષ્ઠા સુરિમંત્ર ધારક આચાર્ય કરાવે. એમ જાણવું. (છતાં) બીજા પાસે કરાવે (તે) તે (કરાવનાર) જાણે, માલારોપણ અમારે સૂરિમંત્ર ધારક આચાર્ય કરાવે છે, (અને પ્રસંગે આચાર્યના આદેશથી માલારોપણ બીજા પણ પદવીધરે કરાવે છે, પરંતુ ઋષિમતીઓને ઉપધાન તપ વહ્યા વગર તેમ તેની અનુજ્ઞાનંદી કર્યા વગર જેવા તેવાઓ ભાલારોપણ કરે છે, તે શું?
( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૯, ગ્રંથ ૨ બેલ ૮૬ મે) ७८ प्रश्न-तथा खरतरांनइ यति उपधान वहीनइ माला पहिरइ, ते स्यु?
ભાષા-ખરતને યતિઓ ઉપધાન વહીને માળા પહેરે, તે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com