________________
२७८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक દિકની સાથે પડિકમણું હવે તે શ્રાવકને આચાર્યાદ વાંદવાનું શું પ્રયોજન હોય ? વિચારી જોજે, સંયમી સાધુઓ પણ સવારે ઊભા સજઝાય કરીને વલી સજઝાયના ખમાસમણું નથી દેતા, પહેલાનાજ ખમાસમણે બેસીને સજઝાય કરે છે, પૂછી જે. શ્રીઆચાર્યાદિ યતિ વિદ્યમાન હોય તો વલી વાંદીને બેસે અને પહેલાના સામાયિક લેતી વેલાએ આપેલ ખમાસમણે બેસીને જે સવારના પ્રતિક્રમણની વેલા હોય તો સજઝાયને નવકાર આદિ ગણે અને જે પડિકમ્યાં પછી સામાયિક પારે તેય સઝાય સંદિસાઉં આદિ આદેશ લેવાની કાંઈ જરૂરત નથી. આ રીતે વિચારજો. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૨, ગ્રંથ ૨ બેલ ૧૦૨ )
११ प्रश्न- तथा खरतर यति सदा सदा विगइ विहरे, अनइ तपा यति सदा सदा न विहर इ, ते स्युं ?
ભાષા-ખરતર યતિ હમેશાં વિગઈ વહોરે છે. અને તપા યુતિ હમેશાં નથી વહોરતા, તે શું ?
तत्रार्थे- अम्हारइ पुणि सदा सदा कारण पखइ यति विगइ नथी विहरता, जे खप करी विगइ सदाई ल्यइ ते पापश्रमण न कहाइ, निपट दृष्टिराग न कीजइ ।। ६१ ॥
ભાષા:-અમારે પણ યતિઓ વગર કારણે સદા વિગય નથી વહેતા અને કારણવિશેષના અંગે ખપ કરીને જે સદા વિગય વહેરે તે પાપશ્રમણ નથી કહેવાતા. + એકાંત દષ્ટિરાગ ન કરવું.
+ તપ ખ. ભેદ પૃ૦ ૭૭ માં ઉત્તરાધ્યયન સૂત્ર ૧૭ મા પાપશ્રમણીય અધ્યયનની ૧૫ મી ગાથા કે જેમાં દૂધ આદિ વિગઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com