________________
२३०
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ખરતર મેસુંદર ઉપાધ્યાયે છૂટા પ્રશ્નોત્તરમાં કેત્તર મિયાત્વ બતાવતાં તિલકાચાર્યની માફક જે લખ્યું છે તેનું કારણ જણાય છે કે આવચકની મેટી ટીકા ૨૨ હજારી જોયા વગર આજ ૧૨ હજારી ટીકાને પાઠ લખ્યો છે. પરંતુ બીજા શાસ્ત્રો તરફ ધ્યાન નથી દીધું, ત્યાં (આવશ્યક વૃત્તિ તેમ ચૂર્ણિમાં પણ) વગૂર શેઠે પુત્ર પ્રાપ્તિના નિમિત્તે મલ્લિનાથ સ્વામીનું દેરાસર નવું કરાવી આપવાની માનતા કરી અને તેની ભકિતના અંગે શાસન દેવતાની પ્રસન્નતા થવાથી પુત્ર પ્રાપ્તિ થઈ અને તેણે દેરાસર નવીન કરાવ્યો, એ માનતા હતી. તે જે મિથ્યાત્વ હોત તો શાસનદેવતા પ્રસન્ન કેમ થાત? પરંતુ તેણે જેટલું માન્યું હતું તેટલું દેવતાએ દીધું, એટલે તે મિથ્યાત્વ ન હોય, વલી વસુદેવહિંડી (લંક ૧૮ પૃ. ૨૯૭) માં અધિકાર છે કે કામ પતાકા નામની શ્રાવિકા જિનપ્રતિમા આગળ એવી માનતા કરી છે કે- “હે પ્રભો ! આ નાટકમાં જે હું જીતી જાઉં તે આપની (અહિ મહેત્સવ રૂ૫) મહાપૂજા કરું ? એ (માનતા ક્ય) પછી તે કામ પતાકા નાટકમાં છતી અને (અહિ મહોચ્છવ રૂ૫) મહાપૂજા કરી. એ કરણી શ્રાવિકાની કહેવી કે નહીં ? વિચારજે. બીજું વ્યવહારભાષ્ય વૃત્તિમાં કહ્યું છે કે-સમુદ્ર વ્યવહારી શ્રાવકે સમુદ્રની અંદર વહાણુમાં બેઠે થકે પ્રતિકૂળ પવનના યોગથી ઉત્પાત થતાં માનતા માની છે કે-જે કુશળ ખેમે સમુદ્રથી પાર ઉતરી ઘેર પહોંચું તો એક (બે) રત્નની જિનપ્રતિમા કરાવું” ત્યાર પછી સમુદ્ર તરીને ઘેર પહોંચ્યો રત્નની પ્રતિમા કરાવી. જેમકે કહ્યું છે
વણિ દ્વારા પ્રતિમાની ઉત્પત્તિ, સમુદ્રમાં ઉત્પાતનું થવું, ભયના અંગે માનતા કરે છે કે-જે નિર્વિબતયા સમુદ્ર પાર ઉતરી જાઉં તો બે રત્નોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com