________________
१६०
प्रश्नात्तर चत्वारिंशत् शतक
દિવસથી અધિક દિવસ તેજ ક્ષેત્રમાં સાધુઓ રહેતા જ. આ રીતે અહિં
શ્રીનું આ ઉત્તર ગુજરાત આદિમાં પ્રચલિત અમાસીયા મહિનાના હિસાબે નહીં પણ સિદ્ધાંતકત પૂનમીયા માસના હિસાબે છે, જેમકે ભગવાન ઋષભદેવ સ્વામીનું દીક્ષા કલ્યાણક ચિત્ર વદ ૮ નું છે તે પહેલા ચિત્રવેદમાં અને મહાવીર પ્રભુનું જન્મ કલ્યાણક તથા નવપદની ઓળી બીજા ચૈત્ર સુદમાં કરવાં. આ પ્રણાલિકા પ્રાયે બધાયે ગચ્છમાં છે, એથી વચલે માસ (પહેલા ચૈત્ર સુદ અને બીજા ચૈત્ર વદ ગણત્રીમાંથી કાઢી નાખ્યો છે, એમ માનવાને કાંઈ કારણ નથી, પણ
શબ સ એ ન્યાયાનુસાર બને માસને ગણત્રીમાં રાખવા માટેજ સર્વસંમત પ્રાચીન આચાર્યોએ આ ઉચિત પ્રણાલિકા સ્વીકારી છે.
- હવે એથી આગળ આચાર્યશ્રીનું જે કથન છે કે–“અન્યથા (ચૈત્ર માસના કલ્યાણકાદિ તપ જે પહેલા ત્રવદમાં, ને બીજા ચૈત્ર સુદમાં કરવાનું ન માનીયે તો) ભાદરવાની વૃદ્ધિ થતાં મા ખમણાદિ તપસ્યાઓ ક્યાં કરાય ?” એના ઉપર ટુંક વિચાર કરિએ, આચાર્યશ્રીએ પ્રશ્નકર્તાના પ્રશ્નનો ઉત્તર આપવા ઉપરાંત આ વિશેષતાનું કથન શા
અભિપ્રાયથી છે? તે કાંઈ સમજાતું નથી, શું કલ્યાણકાદિ બીજા તેની માફકજ મા ખમણ પણ કરાવવાનું આશય છે? જો એમજ હોય તે તો આચાર્યશ્રીના અભિપ્રાયાનુસાર મા ખમણુ કરવાની ભાવનાવાળાએ સદાની માફક શ્રાવણ સુદથી સરૂ કરીને પહેલા ભાદરવા (ગુ. શ્રાવણ ) વદ અમાસ સુધી ઉપવાસ કરીને બાકી રહેતા ચાર કે પાંચ ઉપવાસો બીજા ભાદરવા સુદ ૧ થી સંવછરી સુધીમાં કરી ભાસખમણુની પૂર્ણતા કરવી જોઈએ, એમ કર્યા સિવાય કલ્યાણકાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com