________________
प्रश्नोत्तर छट्टो
૪૨
ભાષા—વિનાકારણે સાધુ-સાધ્વી સાથે વિહાર ન કરે, અને કારણે કરે પણ ખરા, પરંતુ અહિં કારણ તે સમજવાનુ કે જે સાધ્વીને એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે પહેાંચાડવી, તેમાં ( બીજાના સાથ વગર નહિ, પણ ) સાથને યાગે સાથે વિહાર કરે, જ્યાં ( ચારાદિકના ) ભય ન હોય ત્યાં સાધ્વી (સાધુથી) પાછળ રહે (અને) જ્યાં ભય હોય ત્યાં સાધ્વી બધા સાધુઓની આગળ રહે, ( એવા ) ભયવાલા સ્થાનકે ભયના રણે ( આગળ પાછળ ન રહેતાં બધા ) એકત્ર ચાલે, આ કારણે એકત્ર વિહારની જયણા, પહેલી જયણા એકત્ર ચાલવાની (અને) ખીજી જયણા એ કે સાધુ ભયવાળા સ્થાનકે સાધ્વીને આગળ પાછળ ન છોડે, કિંતુ સાથે રહી ચાલે, ત્યાં સાધ્વીના . આચાર્ય તથા ઉપાધ્યાય બે અથવા ત્રણ ટાણાથી સાધ્વીને તેના ક્ષેત્રે પહેાંચાડે, પરંતુ સંધાડાબદ્ધ થઇ ( સાધુએ ) સાધ્વીઓની સાથે વિહાર ન કરવે, અથવા જે ( સાધુ ) સાધ્વીને ક્ષેત્રાંતરે પહેાંચાડવા જાય તે સાધ્વીને (ગૃહસ્થપણાના) બાપ કે ભાઈ હાય, પરંતુ સાધ્વીના ગૃહસ્થપણાના પતિ આદિ સંબંધવાળા જે સાધુ થયેલ હોય તે સાધ્વીને ક્ષેત્રાંતરે ન પહોંચાડે, તેમ જે સાધુ સહસ્રયાધી હેાય તે સાધ્વીઓને ક્ષેત્રાંતરે પહોંચાડે, પરંતુ ( અટવીમાં ) ચોર આદિ મલ્યે ( ભયના લીધે) સાધ્વીને છેડી જે નાસી જાય તે સાધ્વીઓને ક્ષેત્રાંતરે કેમ પહોચાડી શકે ? અથવા જે સાધુ વૃદ્ધાવસ્થાવાળા હોય તે (સાધ્વીને) પહેાંચાડે, પરંતુ યુવાન સાધુ અને યુવાને સાધ્વી, તેને સાથે વિહારના નિષેધ છે. એટલે પરિચયના અંગે એકત્ર રહેતાં આપસમાં જેમની લજ્જા તૂટી ગઈ હોય તે ( સાધુ સાધ્વીએ ) એકત્ર વિહાર ન કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com