________________
८२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक અને અધિક તિથિના કીધા તપ સંયમ તથા નવકલ્પી વિહાર કેમ થશે? એ પણ વિચારવો, આ હકીક્ત છે. છતાંએ અભુઠિયાના પાઠમાં “સંવચ્છરિય'ના બદલે બીજો કોઈ પણ શબ્દ નથી બેલાતે તેમ, તથા “છત્ત' એ શબ્દના અર્થનુસાર યદ્યપિ ઉત્તરપારણે પરસી–સાઢ પિરસી આદિથી અને પારણે અવઢથી એકાસણું કરીને વચમાં લાગ2 બે ઉપવાસ કરે તેજ બરાબર છ ટંક આહારને ત્યાગ હોવાથી યથાર્થ છઠભત્ત કહી શકાય. છતાં પારણે, ને ઉત્તર પારણે ગમે તેટલી વાર જમે તેએ લાગ2 બે ઉપવાસ કરતાં શાસ્ત્ર દૃષ્ટિએ જેમ એને છઠભત્ત કહેવાય, તેમ
માસી પણ પાંચ મહિને થવા છતાંએ એનું નામ “પંચમાસી' નહીં પણ “માસી” જ કહેવું અને અભુઠિયા તથા વાંદણના પાઠમાં પણ ચોમાસિકં' એમજ બેલવું યુકિતસંગત છે.
અથવા ઋષભમાતાએ વૃષભનું, ને વીરમાતાએ સિંહનું સ્વપ્ન પહેલું જેએલ છતાં બહુળતાની અપેક્ષાએ સૂત્રકારે જેમ હાથીના સ્વપ્નનું વર્ણન પહેલાં કર્યું છે, તેમ પાંચ વર્ષ વાળા એક યુગના ત્રીજા અને પાંચમા વર્ષે માત્ર એકેકજ માસી પાંચ મહિનાની હોય, તે સિવાય બધીય માસીએ ચાર મહિને જ થતી હોવાથી એનું નામાભિધાન “ચોમાસી” અને અમુઠિયાના પાઠમાં પણ “ચોમાસિય” બોલવું જ વ્યાજબી છે, એથી માસ– પક્ષાદિની સંખ્યા બોલવામાં સદ્ભૂત સંખ્યાને છેડી દઈ મન કલ્પિત અસભૂત સંખ્યા બોલવાનું માની લેવું એ કોઈ પણ રીતે વ્યાજબી નથી. કારણકે સર્વમાન્ય શાસ્ત્રકારોમાંથી કોઈએ ણ દરેક માસી કે સંવછરીમાં નિયત સંખ્યાજ બલવાનું નથી કહ્યું, જે કહ્યું હોય
તે તે પ્રમાણ જેવાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com