________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
કલશોમૃત ભાગ-૨ તીર્થકર જન્મે તે ક્ષાયિક સમકિત લઈને જ જન્મે એવું કાંઈ નથી. એ ક્ષયોપશમ લઈને પણ જન્મ, પછી ક્ષાયિક થાય. એ વળી જુદી વાત છે.
ક્ષાયિકવાળો પહેલી નરકે જ જાય. ભવિષ્યમાં જે તીર્થકર થવાના છે અને ક્ષાયિક સમકિત થયું છે અને જેને નરકનું આયુષ્ય બંધાય ગયું છે તો તે પહેલી નરકે જાય. કોઈ તીર્થકરનો જીવ હોય તેને નરકનું આયુષ્ય બંધાઈ ગયું છે અને પછી સમકિત થયું છે તો એ ક્ષયોપશમ સમકિત લઈને ત્રીજી નરકે જાય, પરંતુ ક્ષાયિકવાળો ત્યાં ન જાય. શ્રેણિકરાજા ક્ષાયિકવાળા હતા તો પહેલે રહ્યા. ત્યાં ત્રીજી નરકમાં જાય તો પહેલે મિથ્યાત્વ થઈ જાય.. અને તે પછી ક્ષયોપશમ સમ્યગ્દર્શન થાય છે. (ત્રીજી નરકે) ક્ષયોપશમવાળો રહે છે. ત્યાંથી નીકળે ત્યારે પણ ક્ષયોપશમ સમ્યગ્દર્શન લઈને નીકળે છે. તીર્થંકરનો જીવ હોં! આ બધી લાંબી વાતો છે.
પ્રશ્ન:- ચાર જ્ઞાન વખતે પણ ક્ષાયિક સમકિત નથી?
ઉત્તર- ન હોય. ચારે જ્ઞાન પ્રગટે માટે તેને ક્ષાયિક સમકિત જ હોય એવું કાંઈ નથી. એ.. આપણે સમયસારની ૩૨૦ની ટીકામાં આવી ગયું છે.
સમ્યગ્દર્શનના ત્રણ ભાવ-પ્રકાર હોય. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) ક્ષાયિક. મોક્ષમાર્ગની દશા ત્રણ પ્રકારે છે. કોઈને ક્ષાયિક સમકિત હોય અને જ્ઞાન ક્ષયોપશમ હોય. કોઈને (સમ્યગ્દર્શન) ઉપશમ હોય અને જ્ઞાન ક્ષયોપશમ હોય કોઈને ક્ષયોપશમ સમકિત હોય ને જ્ઞાન ક્ષયોપશમ હોય.
અહીંયા કહે છે કે-ગણધર જેવી પ્રતીતિ ઉત્પન્ન કરતું પ્રગટ થાય છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં સ્વીકારમાં આવ્યો, પરમાત્મા સાથે વાતો કરી અર્થાત્ અંતર્મુખ જ્યાં થયો ત્યારે તેને ગણધરને જેવી પ્રતીતિ થઈ છે તેવી પ્રતીતિ થઈ છે.
શ્રી સમયસાર નાટકમાં આ કળશમાંથી લીધું છે ને! “ગણધર' શબ્દ લીધો છે. કળશટીકાના ૩૩માં શ્લોકનો અર્થ છે.
परम प्रतीति उपजाय गनधरकीसी, अंतर अनादिकी विभावता विदारी है। भेदग्यान दृष्टिसौं विवेककी शक्ति साधि, चेतन अचेतनकी दसा निरवारी है।। करमकौ नासकरि अनुभौ अभ्यास धरि, हिएमैं हरखि निज उद्धता सँभारी है। अंतराय नास भयौ सुद्ध परकास थयौ,
ग्यानको विलास ताकौ वंदना हमारी है।।२।। આ પદ પંડિત બનારસીદાસજીએ કળશટીકાના આધારે બનાવ્યું છે. આ ૩૩
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk