________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
કલશામૃત ભાગ-૨ આ બાજુ કળશમાં “ધ્વસાત્ ” અને ૩૪ ગાથાની વાત બન્નેનો મેળ પડતો નથી. અહીંયા તો વળી આઠેય કર્મોનો નાશ કરે છે એમ કહ્યું. કર્મ તો જડ છે, જડની ક્રિયાનો નાશ આત્મા કેવી રીતે કરે? એનો નાશ એના કારણે થાય છે. અહીંયા જ્યારે રાગવૈષની ઉત્પત્તિ થતી નથી ત્યારે કર્મની અવસ્થા પણ અકર્મરૂપે એના કારણે થઈ જાય છે. - ઈત્યાદિ છે જે બહુ વિકલ્પો તેમના વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે.” આહા. હા! પુણ્ય ને પાપભાવ તેનો નાશ થતાં સ્વરૂપની જે સ્થિતિ શક્તિરૂપે છે એવી પર્યાયરૂપે એટલે-આનંદ ને શાંતિને વીતરાગતાપણે પ્રગટ થાય છે તેનું નામ આત્મા કહેવાય છે.
શ્રી સમયસારની બીજી ગાથામાં આવ્યું ને! “નીવો વરિત્તવંસTTIકેવો તે દિ સમયે ના ” ભગવાન આત્મા જે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય તેમાં આવ્યો તેને આત્મા કહીએ, તેને સ્વસમય કહીએ. અને જે પુણ્ય-પાપમાં એકત્વ કરે છે તે કર્મના પ્રદેશમાં સ્થિત છે માટે તેને અનાત્મા કહીએ છીએ.
“નવો ચરિત્તવંસTIMકિવો' જ્યાં દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આમ ગયો છે એમ ન કહેતાં આવી રીતે કહ્યું-જે રાગમાં ઠરતો હતો તેને છોડીને દર્શન-જ્ઞાનચારિત્રના વીતરાગી પરિણામમાં ભગવાન જ્યાં ઠર્યો તેને આત્મા કહેવામાં આવે છે. અર્થાત્ સ્વસમય તે આત્મા. જે આત્મા પુણ્ય-પાપ, રાગ-દ્વેષના વિકારમાં ઠરે. રોકાય.. અટકે. તે અજીવમાં અટકયો માટે તે અનાત્મા છે. પેલો નિર્મળદશામાં આવ્યો માટે તેને આત્મા કહીએ. મલિનદશામાં રોકાણો તેને અનાત્મા-અજીવ કહીએ.. અર્થાત્ તે જીવ નહીં. તેને પરસમય કહ્યું છે ને? સમજાણું કાંઈ?
સમયસારનું એક-એક પદ અને એક-એક ગાથા અમૂલ્યથી અમૂલ્ય છે. જેનું મૂલ્ય શું? આ પ્રભુનું મૂલ્ય શું? ચૈતન્યસ્વરૂપનું મૂલ્ય શું? એની કિંમત શું? આ અમૂલ્ય ચીજને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ધારણ કરી એ ચીજનું પણ મૂલ્ય શું? એની કિંમત શું? શ્રીમજીમાં મોક્ષમાળામાં આવે છે કે-“ભગવાનની વાણીનું, ન્યાયનું માપ કરવા જતાં નિજ મતિ મપાય જાય છે.'
ભાવાર્થ આમ છે કે-જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે.” જે કાળે મળેલાં દેખાય છે તે જ કાળે જો પાણીના સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે. એ નાસ્તિથી કહ્યું. તે દૃષ્ટાંત થયું.
“તેવી રીતે સંસાર અવસ્થામાં જીવ-કર્મ બંધ૫ર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk