________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
કલશાકૃત ભાગ-૨ થતાં; એ પર્યાય હવે અતીન્દ્રિય સુખથી બિરાજમાન થાય છે.
પાઠમાં શું લખ્યું છે? “કેવું થતું થયું', તો કહે છે-આવું થતું થયું એમ! અનાકુળ અતીન્દ્રિય સુખસ્વરૂપ બિરાજમાન થતું થયું અને ઇન્દ્રિયજનિત સુખ દુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું. આહા. હા ! પાઠમાં છે કે નહીં? દ્રવ્ય છે ઈ તો છે પણ અહીંયા તો પર્યાય પ્રગટ થાય છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવું છે અને પૂર્ણ પણ કહેવું છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી અને અતીન્દ્રિય આનંદથી પર્યાયમાં બિરાજમાન થયો તેને ધર્મ કહેવામાં આવે છે. આહા! માર્ગ ઝીણો અને સૂક્ષ્મ છે ભાઈ ! એક તો અરૂપી અને બીજું નિર્વિકલ્પ એ દશા બહુ સૂક્ષ્મ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિર્વિકલ્પ દશા છે. તે અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન છે. તે પર્યાય ઇન્દ્રિય સુખદુઃખની કલ્પનાથી રહિત છે.
ઇન્દ્રિયજનિત સુખ કે "દી હતું! ધૂળમાં હતું ત્યાં! તેમાં સુખ માન્યું છે. ઇન્દ્રિયના નિમિત્તમાં એમ માન્યું છે કે આ સુખ છે ને આ દુઃખ છે એવી માન્યતા છે. આ ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે. એ રીતે અતીન્દ્રિય આનંદની પર્યાયમાં બિરાજમાન થતું થયું પર્યાયમાં પ્રગટ થાય છે.
અજીવ અધિકાર શરૂ કરતાં આવું મંગલાચરણ કરે છે. ભગવાન આ રીતે બહાર આવે છે. એક વખત એવું થયું કે-નાટકમાં રાજા ભરથરીનો વેષ લઈને (વાણંદ) આવ્યો. રાજા નાટક જોવા બેસે છે. અને પછી બક્ષીસ આપવા માંડયા પણ,... ત્યારે (ભરથરીના વેષમાં) તે બક્ષીસ ઘે? ત્યારે તે પૈસા લે?
આપણે બ્રહ્મગુલાલની કથામાં પણ આવે છે. કે-એક બ્રહ્મરૂપી ભાંડ હતો. એક વખત રાજાએ તેને હુકમ કર્યો કે બ્રહ્મગુલાલ! હવે મુનિનો વેષ લઈને આવ. બ્રહ્મ ગુલાલે કહ્યું સાહેબ! તેના માટે બે-ચાર મહિના લાગશે. જલ્દી નહીં થાય.. કારણ કે-અહીંયા હવે જે નગ્નપણાનો વેષ ધારણ કરીશ એ છૂટશે નહીં. અંદરમાં આનંદના નાથના કંદને સાધતાં પછી સહજ નગ્ન દશા થઈ જાય છે એ બહુરૂપી હવે સંસારમાં પાછો ન ફરે. પછી તે કુટુંબને કહે છે-હવે હું ત્યાગી થાઉં છું. હવે હું ફરીને અહીંયા આવવાનો નથી. બ્રહ્મગુલાલ પછી સાધુનો વેષ લઈને આવે છે. રાજા ખુશી-ખુશી થઈ જાય છે. રાજા તેને બક્ષીસમાં ગામ આપે છે ત્યારે બ્રહ્મગુલાલ કહે છે–અમે મુનિ છીએ, કોઈની બક્ષીસ લેતા નથી. પછી તે વનમાં જવા ચાલી નીકળ્યા.
તેમ અહીંયા આ આત્માએ અંદરમાંથી આનંદનો વેષ ધારણ કર્યો છે. અનાદિથી એ બહુરૂપીએ પર્યાયમાં ઘણાં રૂપ ધારણ કર્યા હતા. નારકીના, દેવના, બાયડીના, પુરુષના, નપુંસકના, કીડીના, એ બહુરૂપી હવે આવ્યો અંદરમાં, એણે એવું રૂપ ધારણ કર્યું કે એ રૂપ હવે ફરે નહીં. સમજાય છે કાંઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk