________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
કલશાકૃત ભાગ-૨ આત્મામાં રમવું આરામ છે. આવો માર્ગ છે.
“વળી કેવું થતું થયું? “મનન્તધામ” મર્યાદાથી રહિત છે.” ભગવાન આત્મા પોતાની નિર્મળ દશામાં આરામ કરે છે. ક્રિીડા કરે છે તે કેવું છે? તો કહે છે–તે અનંતગુણનું ધામ અર્થાત્ ઠેકાણું છે.
વળી કેવું થતું થયું? “૩ાધ્યક્ષે મદસા નિત્યોતિ” નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્યશક્તિ વડે,” પર્યાયમાં હીનતાના ભાવથી પ્રત્યક્ષ નહોતું તે હીનતાના ભાવોને હણી નાખીને જેણે પ્રત્યક્ષ નિરાવરણ જ્ઞાન પ્રગટ કર્યું છે. કર્મ છે તે તો નિમિત્તરૂપે આવરણ છે. ખરેખર તો ભાવ આવરણ-ભાવઘાતિ તેની પર્યાયમાં છે તે પોતાના કારણે છે. હીણી દશાનો સ્વીકાર એ જ એનું આવરણ છે. શું કહ્યું? હીણી દશા અર્થાત્ રાગનો સ્વીકાર એ જ ચૈતન્યસ્વરૂપને આવરણ છે. કર્મ તો પરદ્રવ્ય છે તેની સાથે કોઈ સંબંધ નથી. કર્મનું આવરણ છે એ બધા તો નિમિત્તનાં કથનો છે.
સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ આનંદ પ્રભુ ચૈતન્ય તે આનંદના પ્રતાપથી ત્રિકાળ શોભતી શાશ્વત વસ્તુ છે. તેનો સ્વીકાર ન કરતાં વર્તમાન અંશમાં રાગનો સ્વીકાર કરતાં અર્થાત્ રાગ તે હું એવી દશા થઈ તે સ્વરૂપને આવરણ છે. એ આવરણ વિનાનો આત્મારામ છે એમ કહેવું છે. હું સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ છું, એ અલ્પજ્ઞતાનું. રાગનું આવરણ તેટલો હું નહીં એવી રુચિ થતાં તે આત્મારામ થયો. આહાહા ! આવો જૈનધર્મ તેને લોકોએ બીજી રીતે મનાવ્યો છે. - ભગવાન ચૈતન્યસૂર્ય, જાગતી જ્યોત અંદર બિરાજે છે. આહા.. હા! ભગવાન ચૈતન્યના સ્વભાવના ચમત્કારથી ઝળહળ જ્યોતિ અંદર બિરાજે છે. તેનો સ્વીકાર ના કરતાં, તે અલ્પજ્ઞતા, દયા, દાન, રાગાદિનો વિકલ્પ તે હું એવો સ્વીકાર કરતાં તેણે સ્વભાવમાં આવરણ નાખ્યું–તેને રોકી દીધો. અહીં એ આવરણ ટાળીને નિરાવરણ થયો એમ કહે છે.
- “નિરાવરણ પ્રત્યક્ષ” છે તો આત્મા ત્રિકાળ નિરાવરણ પ્રત્યક્ષ. શું કહે છે! નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ જે ત્રિકાળ શાશ્વત છે તે તો વસ્તુ છે. જે ત્રિકાળ નિરાવરણ શાશ્વત વસ્તુ છે તે પર્યાયમાં પ્રગટ થઈ. આમાં શું કરવું!! બાપુ!તને કરવાનું કહ્યું ને! તું કોણ છો તેના સ્વીકારમાં જા ! અંતર્મુખ થા ! એના સ્વીકારમાં ત્યારે ગયો કહેવાય કે તે અંતર્મુખ થાય ત્યારે. આહા... હા ! એ અંતર્મુખ થાય છે ત્યારે તે ચીજ કેવી છે. અંતરમાં જાય છે તે ચીજની વાત છે હોં!
આહાહા! ભગવાન આત્મા ચૈતન્ય શક્તિથી ભરેલ, આનંદ શક્તિથી ભરેલ શાંત. શાંત. શાંત.. શાંત. શાંતરસની શક્તિથી ભરેલ, શાંત અવિકારી રસથી ભરેલ શાથત-ત્રિકાળ રહેલો છે. આ ચૈતન્યની મુખ્યતાથી તો વાત કરી. એની સાથે શાંત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk