________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વડે ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો”, જે ચૈતન્ય શક્તિ વડે જેનો પ્રતાપ ત્રિકાળ છે એવો. આહા... હા! આ તો અધ્યાત્મની વાત છે. આખી દુનિયાથી ઉદાસ થઈ અને ગુણસ્થાનના ભેદથી પણ ઉદાસ થઈ અને ચૈતન્ય શક્તિ વડે જે ત્રિકાળ પ્રતાપવંત છે તેમાં નજર નાખીને અનુભવ કરવો. એનું નામ (વિધિરૂપ ) પ્રગટ દશા થાય છે. જેવો શક્તિરૂપે હતો એવો અનુભવથી પર્યાયમાં પ્રગટ થયો એનું નામ મોક્ષ. તેનું નામ અનંતજ્ઞાનની વ્યક્તતા-પ્રગટતા છે. આહાહા ! આવી વાતો છે.
ચૈતન્ય ભગવાન આત્મામાં ગુણસ્થાન નથી. કર્મ-નોકર્મ જીવના નથી. ભાવકર્મ જીવનું નથી. આહાહા ! એકલા વિકલ્પો ઉઠે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના એ વિકલ્પ પણ ભાવકર્મ છે-એ અજીવ છે, એ ત્રિકાળી ચૈતન્ય જીવ સ્વરૂપથી ભિન્ન છે. ચૈતન્યની શક્તિના પ્રતાપથી શોભતું ત્રિકાળી તત્ત્વ એમાં આ વિકલ્પો છે નહીં.
“કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? અન્તઃકરણેન્દ્રિયને આનંદરૂપ કરતું થયું.”
આત્મા પ્રગટ થયો ત્યારે કહીએ કે ભગવાન તો ત્રિકાળ આનંદસ્વરૂપના પ્રતાપથી શોભિત છે. તેને જ્યારે અનુભવમાં અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાનમાં લીધો ત્યારે તેને અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટ થાય છે. આત્મા અતીન્દ્રિય આનંદના વેદનથી પ્રગટ થયો તેમ કહેવાય છે.
મનોહ્નાયત’ અહીં મન શબ્દ જ્ઞાનની પર્યાય લેવી છે. “મનને આનંદરૂપ કરતું થયું.” જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન ને ચારિત્રની પૂર્ણતા.
આહા! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન, જેની સત્તાના સ્વીકારમાં પરનો બધો અભાવ છે એવું ભાન થતાં તેની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વ્યક્તપણું પ્રગટ થતું પ્રગટ થાય છે. આહા.. હા! એ ચૈતન્ય શક્તિરૂપે-અનંત આનંદરૂપે ત્રિકાળ પ્રતાપ જેનો હતો તેનો આશ્રય કરતાં, તે સ્વભાવનો સ્વીકાર-સત્કાર કરતાં તેની દશા અનંત આનંદનું વેદન કરતી પ્રગટ થાય છે. અનાદિથી તે દુઃખની દશામાં હતો. પછી તે દયાદાનના વિકલ્પ હોય તો તે પણ દુઃખ છે.
હવે લોકોએ હળવે-હળવે કબુલાત કરવા માંડી છે. શુભભાવ તે હેય છે એવી વાતો આવવા માંડી છે. ક્રમબદ્ધની પણ હવે બહારમાં કબુલાત થવા માંડી છે. પ્રભુ ! આ વસ્તુ જ એવી છે ભાઈ !
ત્રિકાળી વસ્તુ છે તે ચૈતન્ય આનંદના પ્રતાપથી શોભિત છે. આવા આત્માનો આદર કરતાં.. સત્કાર કરતાં.. સ્વીકાર કરતાં પર્યાયમાં પણ એ અતીન્દ્રિય આનંદની દશા લેતું એ ચૈતન્ય પ્રગટ થયું. દુઃખનો ધ્વંસ કરતું અને અતીન્દ્રિય આનંદને ઉત્પન્ન કરતું પ્રગટ થયું. અહીંયા દુઃખના પર્યાયનો વ્યય અને આનંદની પર્યાયનો ઉત્પાદ કહેવું છે, બાકી ધ્રુવ તો ધ્રુવ છે. હવે આવો ઉપદેશ!. એ અજાણ્યા અને દુઃખના પંથે દોરાઈ ગયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk