________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ છે એને સુખના પંથે જવું પડશે.
આ આનંદકંદ ભગવાન આત્મા છે તેની સન્મુખ થતાં અને ભેદ અને રાગથી વિમુખ થતાં એ દશા અતીન્દ્રિય આનંદને લેતી પ્રગટ થાય છે.
આહા.. હા “કેવું થતું થયું ? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે”,
આઠકર્મોથી રહિત તે તેનું ત્રિકાળ સ્વરૂપ છે. કેવું થતું થયું? કહે છે-સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થયું. આહા.. હા ! પોતાના સ્વભાવને સ્વ નામ પ્રત્યક્ષ વેદતું થયું પ્રગટ થાય છે. એ સ્વસંવેદનનું લક્ષણ શું છે તે હવે કહે છે.
આહા. હા! એ અનંત સુખાનુભૂતિ અનંત આનંદની અનુભૂતિ એ માત્ર જેનું સ્વસંવેદન લક્ષણ છે. તે જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ કહીને શાસ્ત્રજ્ઞાનથી, બીજા જ્ઞાનથી અથવા એ પરલક્ષી જ્ઞાનથી તે પ્રગટ થતું નથી. એમ કહે છે. સમજાણું કાંઈ.
આહા ! એવા જે ચૈતન્ય પ્રતાપથી-આનંદના પ્રતાપથી ત્રિકાળી તત્ત્વ શોભિત છે તેના અસ્તિત્વને સિદ્ધ કરીને, પરનું નાસ્તિત્વ સિદ્ધ કરીને પ્રગટ થયું છે.
સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થયું પ્રગટ થાય છે.” શું કહે છે? સમ્યગ્દર્શન થતાં સ્વસંવેદન જ્ઞાનથી ત્યાં પ્રગટ થાય છે. લોકોએ સમ્યગ્દર્શનની વ્યાખ્યા એવી સાધારણ કરી નાખી કે-દેવ-ગુરુની શ્રદ્ધા કરો. આ કરો, વ્રત લઈ લ્યો! તેમાં ધૂળેય ધર્મ નથી. હજુ તો સમ્યગ્દર્શન કેમ થાય અને તેનું સ્વરૂપ શું તેની ખબર નથી. સમજાણું કાંઈ?
જેણે ચૈતન્યના પ્રતાપની, આનંદના પ્રતાપની, શાશ્વત સંપદાની જેણે નજરું નાખી તેની નજરમાં આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષપણે જણાય છે. આ ધર્મની શરૂઆત છે, તે અતીન્દ્રિય આનંદને લેતું જ પ્રગટ થાય છે. શ્રીમદ્જીએ કહ્યું ને કે “સર્વગુણાંશ તે સમકિત.” આપણે અહીંયા બીજી ભાષા છે કે સંખ્યાએ જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત પ્રગટ થાય છે. જ્ઞાન-આનંદ આદિ એકદેશ પ્રગટ થાય છે તેને સ્વસંવેદના સમ્યગ્દર્શનની દશા કહેવામાં આવે છે. સ્વસંવેદન તે જ્ઞાનને લાગુ પડે છે. પણ, તે કાળે સમકિત પણ તે જાતનું હોય છે. સમજાણું કાંઈ?
વળી કેવું છે (માત્મારામમ) સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું.” શું કહે છે? આત્મા એટલે સ્વસ્વરૂપ અને આરામ એટલે ક્રિીડાવન જેવું છે. આત્મા એટલે સ્વસ્વરૂપ જ્ઞાન ને આનંદ, શાંતિ, સ્વચ્છતા, ઈશ્વરતા એવો જે આત્મા તેમાં જેની રમતું છે. જેમ બાગમાં ક્રિીડા કરવા, રમવા જાય છે ને? તેમ જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે પોતાના આત્માના આરામમાં રમે છે-ક્રીડા કરે છે. આત્માએ પર્યાયમાં આત્મસ્વરૂપનો આરામ લીધો. ડોકટર નથી કહેતા-મહિનો બે મહિના આરામ કરો. અહીંયા કહે છેભગવાન ! આરામ તો તેને કહીએ જે ચૈતન્યઘન સ્વરૂપ, આનંદકંદ પ્રભુ તેની પર્યાયમાં આનંદની રમત કરવી–૨મવું-વેદવું તે આરામ છે. તેને રાગમાં રમવું હરામ છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk