________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
કલશ-૩૩
અહીં એમ કહે છે કે વસ્તુ તો અતીન્દ્રિય છે, પણ એ અતીન્દ્રિય સુખસ્વરૂપે બિરાજમાન થતું થયું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થતાં એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ લઈને બહાર આવે છે. હવે તે અતીન્દ્રિય સુખસ્વરૂપે પરિણમતું થયું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે. સ્વરૂપ જે છે તે હવે દશામાં પ્રગટ થયું. આમ આ ધર્મદશા અને છેલ્લી મોક્ષદશા છે.
“માસંસારનવનવિધિધ્વસતિ” પહેલાં ઉત્પત્તિની વાત કરી, હવે પ્લેસ કરીને ઉત્પાદ થાય છે તે કહે છે. અનાદિકાળથી સંસારમાં નરક ને નિગોદના ભાવ કરતો ચાલ્યો આવે છે. “(નિદ્ધ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં આઠ કર્મો એવા જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણ કર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય એવા છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહ પરિણામ ઇત્યાદિ જે છે બહુ વિકલ્પો.”
જડકર્મો નિમિત્ત તરીકે આત્માની સાથે અનાદિથી ચાલ્યા આવે છે. ભાવકર્મ એ પણ અંદરની વિકલ્પદશા અર્થાત્ આત્માને બહુરૂપી ધારણ કરતો; જેવા કે-રાગ ને દ્વેષ, દયા ને દાન, વ્રત ને ભક્તિ-પૂજા, કામ-ક્રોધ એ બધા વિકારના ભેદ છે. અહીં બન્ને સાથે લીધું છે-વિકારી પરિણામ અને જડકર્મને. આત્મા જડકર્મનો વિનાશ કરતો નથી, એનો વિનાશ થઈ જાય છે. આત્મા વિકારના પરિણામનો પણ નાશ કરતો નથી, પરંતુ જ્યારે સ્વરૂપમાં ઠરે છે ત્યારે ત્યાં વિકાર ઉત્પન્ન થતો નથી તો નાશ કરે છે તેમ કહેવામાં આવે છે. પાઠ તો આવો છે.
જુઓ, “માસંસારનવર્ધલશ્વનવિધિધ્વસાતવિધિ એટલે આઠ કર્મ અને પુણ્ય-પાપ, રાગ-દ્વેષના-મોહના પરિણામ એ વિધિ ધ્વસાતું. આહા. હા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની દૃષ્ટિથી જ્યાં પ્રગટ થાય છે પર્યાયમાં ત્યારે આઠ કર્મ ને વિકારનો ધ્વંસ થાય છે. ધ્વંસ કરતું પ્રગટ થાય છે એમ કહે છે.
જુઓ, અહીંયા “ધ્વસ' કહ્યું અને સમયસારની ૩૪ ગાથામાં તો એમ કહ્યું કેપરમાર્થે રાગનો નાશ કરનાર આત્મા નથી. રાગાદિ વિકારનો નાશ કરનાર આત્માને કહેવો તે નામમાત્ર કથન છે. અહીં તો કહે છે-“આઠ કર્મોનો ધ્વસાતું” નાશ કરનાર. ટૂંકી ભાષામાં સમજાવવું હોય ત્યારે બીજું શું કહે ? શબ્દ પકડે પણ તેનો ભાવ શું છે તે પકડે નહીં અને એમ ને એમ શબ્દમાં આ લખ્યું છે તેમ કહે. તો સમજાય તેવું નથી.
એક બાજુ એમ કહેવું કે-આત્મા રાગનો નાશ કરે તે નામમાત્ર કથન છે. પરમાર્થે રાગના નાશ કરવાનું કર્તાપણું જેમાં નથી. આહા.. હા! એ તો પરમાત્મા પોતે આનંદનો નાથ જ્યાં અંદરમાં પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે વિકારની પર્યાયનો વ્યય થાય છે. એટલે કે રાગ ઉપજતો નથી તેને વ્યય કર્યો તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk