________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
૧૫ સંસારની દશામાં જીવ અને ભાવકર્મ, જડકર્મ તે બન્ને બંધાર્યાયે એકક્ષેત્રે મળેલાં છે. જેમ પાણી અને કાદવ એક જગ્યાએ મળેલાં છે તે જ કાળે જો જળનો અનુભવ કરવામાં આવે તો કાદવથી જળ ભિન્ન છે; જળ/જળસ્વરૂપે છે. તેમ અહીંયા ભગવાન આત્માની પર્યાયમાં થતાં પુણ્ય-પાપ, રાગ-દ્વેષ કાદવ-મેલ છે. કર્મ તો જડ-અજીવ છે. પરંતુ પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિના, કામ-ક્રોધના ભાવ એ બધો મેલ છે. મલિનતાની પર્યાયને છોડીને તેનાથી અધિક-(ભિન્ન) ચૈતન્ય છે તેમાં નજર નાખતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં તે કાળે મલિન પરિણામ ભિન્ન છે. રાગાદિ મલિન પરિણામના કાળે પણ જીવને રાગથી જુદો જાણતાં, જીવનું સ્વરૂપ અનુભવમાં આવે છે. આમ જીવસ્વરૂપ રાગથી રહિત છે અને પોતાના સ્વરૂપે છે. રાગ તરફના લક્ષને છોડી એ અંદરમાં સ્વરૂપ તરફના લક્ષે જાય તો તેને રાગથી ભિન્ન જીવસ્વરૂપ જેવું છે તેવું જાણવામાં આવે છે–ત્યારે તેને ધર્મ થાય છે. આહા.. હા ! તે અનાદિકાળથી મિથ્યાશ્રદ્ધાને પોષતો આવે છે. આ વ્રત-તપ-ઉપવાસ-ભક્તિના ભાવ છે તેનાથી લાભ થશે એ મિથ્યાત્વને પોષતો આવે છે. સમજાણું કાંઈ?
તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે. જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે. સ્વાર્ષવાન પ્રત્યાયયત” જે કારણથી ગણધર-મુનિશ્વરોને પ્રતીતિ ઉપજાવીને.”
જીવદ્રવ્ય સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ, સ્વચ્છ બસ. ચૈતન્યના પ્રકાશનું પૂર તેવું સ્વચ્છ છે.
ભગવાનની વાણી સાંભળીને જેને ગણધરપણું પ્રગટયું છે, એ ગણધરો મુખ્ય અગ્રેસરો છે. તેને કહે છે–ગણધરને એવી પ્રતીતિ ઉપજી. સમયસાર નાટકમાં એમ કીધું કે-“ગણધર જેવી પ્રતીતિ'. એમ કેમ કહ્યું? ગણધરને વિશેષ શ્રુતજ્ઞાન છે તેથી તેને અવગાઢ શ્રદ્ધા કહી છે. ગણધરના સમ્યગ્દર્શનને અવગાઢ સમકિત કહ્યું છે. કેવળજ્ઞાનીને પરમ અવગાઢ સમ્યક્ કહ્યું છે. એટલે ગણધરનું નામ નાખ્યું છે “પ્રત્યાયય' નામ અગ્રેસર. સભાના અગ્રેસર ગણધર છે.
આહા.. હા! શુદ્ધ આનંદકંદનું વેદના થાય ત્યારે આત્માની પ્રતીતિ થઈ. ઓહો ! આત્મા તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આત્મામાં દયા-દાન, રાગ-દ્વેષના વિકલ્પ છે નહીં એવી પ્રતીતિ કરતું જ્ઞાન ગણધરને ઉત્પન્ન થયું છે.
પ્રશ્ન:- ગણધરને ક્ષાયિક સમ્યગ્દર્શન નથી હોતું? ઉત્તર:- હોય છે ને. પ્રશ્ન:- તો તેને ક્ષાયિક જ હોય? ઉત્તર:- ના, એવું કાંઈ નહીં. એ તો એ ભવમાં મોક્ષ જનારા છે ને? આહાહા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk