________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ અવિકારી રસથી ત્રિકાળ શાશ્વત પ્રતાપ છે જેનો એવું થતું થયું..
“વળી કેવું થતું થયું ? “વીરોકાત્તમ-નાન” (ધીર) અડોલ અને (૩વાત્તમ) બધાથી મોટું એવું થતું થયું.”
અહીં ત્રણ વિશેષણ કહે છે. ધીર, ઉદાત્ત અને અનાકુળ. ધીર અર્થાત્ અડોલ છે. સ્થિરતા પ્રગટી છે. જે ચીજ નિરાવરણ હતી તે પર્યાયમાં નિરાવરણપણે, વીતરાગપણે, પર્યાયપણે પ્રગટ કરી. આહાહા...! તે અડોલ છે એટલે ફરે નહીં તેવી ચીજ છે. જેમ ધ્રુવ ફરતો નથી તેમ ધ્રુવના આશ્રયે થયેલી દશા પણ અડોલ છે. અષ્ટ પાહુડના ચારિત્ર અધિકારમાં તો તેને અક્ષય અને અમેય કહી છે.
જે વસ્તુ ચૈતન્યના પ્રતાપથી અને આનંદના પ્રતાપથી શોભિત શાશ્વત વસ્તુનું જેણે દર્શન કર્યું, જ્ઞાન કર્યું અને સ્થિરતા કરી એ ત્રણેય ચીજ અક્ષય-અમેય છે. અહીંયા તો એમ લેવું છે કે જે પ્રગટયો એ પાછો ફરે જ નહીં એ સ્થિતિ લેવી છે. પડી જાય અને ફરી પાછું થાય એ વાત અહીંયા નથીએમ કહે છે. સમજાણું કાંઈ?
ભગવાન આત્મા એના અંતરમાં રમતે ચડ્યો, આત્મારામ રમતમાં ચડ્યો, અતીન્દ્રિય આનંદના ક્રિીડાવનમાં ચડ્યો એ દશા અડોલ છે. હવે એ ડોલાય કે હલાય એવો આત્મા નથી.
ભગવાન જેવો ધ્રુવ છે, અડોલ છે. અને એની જે પર્યાય પ્રગટ થઈ તે પણ અડોલ, અક્ષય અને અમેય છે. અક્ષય અર્થાત્ ક્ષય ન થાય તે. અમેય અર્થાત્ જેની મર્યાદા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયની પણ મર્યાદા નથી. પર્યાયમાં પણ અમર્યાદિત દશા પ્રગટ થઈ છે. “ધીરઉદાત્ત” એટલે જે નિર્મળ પર્યાય પ્રગટી તે બધાથી મોટી છે. વસ્તુ તો મોટી છે પણ તેની પર્યાય પણ મોટી છે.
વળી કેવું થતું થયું? “રાષ્ટ્રસંઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું.”
આહાહા...! ઇન્દ્રિય તરફના વલણવાળો ભાવ છે તે સુખ-દુઃખની કલ્પનાનો ભાવ છે. સુખ એ પણ છે તો દુઃખ, પણ એણે માન્યું છે કે-આ ઇન્દ્રિયમાં અમને સુખ છે. લોકો જેને સુખ કહે છે તે સુખ-દુઃખથી આત્મા રહિત છે. અજ્ઞાનની પર્યાયમાં ઇન્દ્રિયજનિત સુખદુ:ખની કલ્પના હતી. તે કલ્પના આત્મામાં નથી તેવા આત્માનું ભાન થતાં તેને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તેમાં ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખના ભાવોનો અભાવ હોય છે. આહા.. હા! ધર્મી જીવને જે ધર્મની પર્યાય પ્રગટ થઈ તે અતીન્દ્રિય સુખથી બિરાજમાન થતી થકી પ્રગટ થઈ.
વસ્તુમાં તો અતીન્દ્રિય સુખ હતું જ. ભગવાન આત્મા તો અનાદિથી અતીન્દ્રિય આનંદના પ્રતાપથી શોભિત જ છે; હવે તેનું શરણ લેતાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk