________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
દિગમ્બર સંતોએ જગતને થોડામાં પણ ઘણું કહી દીધું છે. ગાગરમાં સાગર ભરી દીધો છે. સંતો તો સર્વજ્ઞ પરમાત્માના કેડાયતો હતા. એ સર્વજ્ઞોના કેડાયતના પંથે જવું હોય તો આ માર્ગ છે. આહા.. હા! શું થાય ! વાડા પડ્યા, ભંગ પડ્યા એમાં આવી વાતો ઓળખવી કઠણ પડે. જુઓને! એક કળશમાં અમૃતચંદ્રદેવે કેટલું ભરી દીધું છે.
આહા. હા! કેવો થતો ભગવાન પ્રગટ થાય છે? “માત્મારામમ્' જેનું આરામ ક્રિીડાવન છે અર્થાત્ પોતાનું સ્વરૂપ જ ક્રીડાવન છે. રાગમાં રમતો આત્મા હરામી છે. અને જે આત્મા આત્મામાં રમે તેને આત્મારામ કહીએ.
આત્મા એટલે સ્વસ્વરૂપ. આરામ એટલે ક્રિીડાવન. આરામની દશામાં રમવું તે તેનો આરામ છે. માણસ બહુ થાકી ગયા હોય તો નથી કહેતા કે બે મહિના આરામ કરો. તેમ અહીંયા પરમાત્મા કહે છે તારા પરમાત્મામાં આરામ કર. પ્રભુ! તમારી આનંદની દશામાં આરામ કરો.
“સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું એવું થતું થયું”, “અનન્તધામ” અનંત એટલે “મર્યાદા રહિત છે ધામ તેજ:પુંજ જેનું” આ પ્રગટ થતી પર્યાયની વાત છે હોં! જે પર્યાય પ્રગટ થાય છે તે આવી છે. મર્યાદાથી રહિત ચારિત્ર તેજ પુંજ એવું પ્રગટ થયું થયું. એવો ભગવાન આત્મા પોતે જ્યારે સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ કરીને પ્રગટ થાય છે ત્યારે પોતાના ક્રીડાવન આનંદમાં રમે છે. આહા.. એને આત્મા પ્રગટયો એમ કહેવામાં આવે છે. પ્રવચન નં. ૪૨
તા. ૧૭-૭-૭૭ અહીંયા કહે છે-આ આત્મા જે વસ્તુ છે તે ચૈતન્ય શક્તિની સંપદાથી ભરેલી છે. આ વસ્તુને જીવ અધિકારમાં એમ વર્ણવ્યું છે કે-વસ્તુ છે તે શુદ્ધ પવિત્ર છે. અહીંયા તેને બીજી રીતે કહે છે-આત્મામાં રાગ, ગુણસ્થાનના ભેદ નથી. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ એ બધા અજીવ છે. તે આત્મામાં નથી એમ સિદ્ધ કરીને અહીંયા ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થાય છે તેનું આ કળશમાં વર્ણન છે.
ચૈતન્ય સ્વભાવ, અતીન્દ્રિય આનંદ જેનો ત્રિકાળ એક સ્વભાવ છે એની સન્મુખ દૃષ્ટિ ને અનુભવ કરતાં જેવું સ્વરૂપમાં છે તેવું પર્યાયમાં પ્રગટ થાય છે. આમ વિધિરૂપથી શુદ્ધાંગ જીવતત્ત્વનું નિરૂપણ કર્યું.
હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે.” ભગવાન આત્મા શુદ્ધ, ટંકોત્કીર્ણ, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ છે. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, જડકર્મ, નોકર્મ-માટી ધૂળ આત્મામાં નથી.. (તે પ્રતિષેધરૂપે વર્ણન છે ).
શ્રોતા- જેમાં એટલે? ઉત્તર:- આત્મામાં.જેમાંએટલેઆનંદકંદપ્રભુમાં.અહીંયાઆગળકહેશે “નિરાવરણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk