________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ξ
કલશામૃત ભાગ-૨
ખબર નથી. એ.. મોક્ષમાર્ગ અને પૂર્ણદશા કેમ પ્રગટે છે? એ દશા કેવી હોય છે? એ મોક્ષમાર્ગ પ્રગટવાની રીતની પદ્ધતિ કેવી હોય છે ? તે કહે છે-તે ૫૨ના અભાવ સ્વભાવથી પ્રગટે છે તેની તેને ખબર નથી. લોકો એમ કહે છે કે-વ્યવહા૨થી પ્રગટે એમ માને તો તમારું અનેકાંત છે, નહીંતર એકાંત છે. એ લોકોનું એવું માનવું છે કે-આ વ્રતાદિ ક૨વાથી અમારું કલ્યાણ થશે. પ્રભુ ! સમકિત વિના વ્રત હોઈ શકે નહીં. લોકોને આકરું લાગે.. દુઃખ લાગે, પણ શું થાય ! માર્ગ આવો છે.
અહીંયા પ્રભુ એમ કહે છે-આત્મા પ્રત્યક્ષ થતો પ્રગટ થાય છે. કેવળીને પૂર્ણ પ્રગટ થાય છે અને ચોથે ગુણસ્થાને અંશ પ્રગટ થાય છે. જે બીજ છે તે પૂનમરૂપે પ્રગટ થાય છે. જોકે બીજનો અભાવ થઈને પૂનમ થાય છે.. પણ કહેવાય તો એમ ને !! તેમ આત્માનું સ્વસંવેદન સુખ કે–જેનું લક્ષણ આનંદની અનુભૂતિ છે એવું જ્ઞાન જ્યાં પ્રત્યક્ષ થાય છે ત્યાં સાથે આનંદ છે. પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે-અમારા નિજ વૈભવથી આત્માની વાત કહીશ. આ પુણ્યનો-ધૂળનો વૈભવ નહીં પરંતુ અંદ૨માં અમને શાંતિનો, આનંદનો નિજ વૈભવ પ્રગટયો છે તે. અમને શાંતિ આદિ અનંત શક્તિઓનો જે વિકાસ થયો છે એવા અનુભવની મ્હોર છાપ શું છે? તેનું ટ્રેડમાર્ક શું છે? પ્રચુર સ્વસંવેદન આનંદ તે એની મ્હોર છાપ છે. આ પોષ્ટમાં ટપાલ ઉપર છાપ છે તેમ ભગવાન આત્મા જ્યારે પોતાના સ્વરૂપની દૃષ્ટિ ને અનુભવ કરે ત્યારે અતીન્દ્રિય આનંદ તેને સાથે આવે છે તે તેની મ્હોર છાપ છે. સમજાણું કાંઈ ?
અરે! મનુષ્યપણું મળ્યું, જૈન સંપ્રદાયમાં જન્મ મળ્યો એમાં પણ આવી વાત સાંભળવા ન મળે.... તે શું કરે ? જેને રીતની ખબર નથી તે આ માર્ગને શી રીતે પ્રગટ કરે ! અહીંયા કહે છે–‘ વત્ ' એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ. ૪૭ શક્તિમાં બાર નંબરની એક પ્રકાશ શક્તિ છે, તેનો સ્વભાવ સ્વસંવેદન થવું તેવો જ છે. આહા.. હા ! પ્રત્યક્ષ આત્માના આનંદનો સ્વાદ આવવો એવો જ એનો સ્વભાવ છે.
66
“વળી કેવું થતું થયું? આત્મારામમ્” સ્વસ્વરૂપ જ છે આરામ-ક્રીડાવન જેનું એવું થતું થયું.”
આખું દ્રવ્ય કેમ પ્રગટ થયું તેની વાત છે. તે પર્યાયમાં આત્મારામ થયો. જેની દશામાં આનંદનું રમવું થયું તે ક્રીડા છે. જેમ બાગમાં રમવા જાય ત્યાં હજારો ફૂલ-ઝાડ હોય, ત્યાં શીખંડ પૂરી ઉડાવતા હોય, પતરવેલિયાના ભજિયા ખાતા હોય અને સીગરેટ પીતા જાય એ બધા દુઃખમાં દાઝી ગયેલા બિચારા છે.
અહીંયા કહે છે–‘ આત્મા આરામ' આત્મારામ ! આત્મા અનંત ધામનું ક્રીડાવન છે. એ આનંદની દશામાં વિલસે છે. સમજાણું કાંઈ ? બીજાને દુઃખ લાગે, ખોટું લાગે પણ શું થાય ! દિગમ્બર સંતો સિવાય આવી વાતો કયાંય છે નહીં ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk