________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨ જેમ અજીવમાં દ્રવ્ય-ગુણની પર્યાયો છે તેમ આ રાગ પણ અજીવ છે. આહાહા! આ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તે આત્મામાં નથી. અહીં નાસ્તિથી અસ્તિ કહે છે( સમજાવે છે).
શું કહ્યું? જુઓ, ફરીથી ! “જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી”, રાગાદિ જીવમાં નથી તે પછી લેશે. પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું અને ચોથું એવા ભેદ તે જીવમાં નથી. પહેલી વાત અસ્તિથી કરી અને હવે નાસ્તિથી કહે છે.
કર્મ-નોકર્મ જીવનાં નથી;” એ જડકર્મ, શરીર–વાણી આદિની નોકર્મરૂપ ક્રિયા જીવમાં નથી. શરીરની હાલવા-ચાલવાની–બોલવાની જે ક્રિયા થાય તે નોકર્મની ક્રિયા છે, તે ભગવાન આત્મામાં નથી, તે તો અજીવમાં છે. આગળ આવશે.. “જીવઅજીવ વિવેક દશા–“પુસ વા'. જીવ-અજીવની ભિન્નતાની વિસ્તર્ણીય દશાવિશાળ દશાને તે કહેશે.
ભાવકર્મ જીવનું નથી તેમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે.” આહાહા..! દેવગુરુ-ધર્મની શ્રદ્ધા, પાંચ મહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર તરફની બુદ્ધિ એ વ્યભિચારિણી છે તેથી તે જીવમાં નથી. આમ કહેવું તેને પ્રતિષેધ કહેવાય છે.
આહા...! અંદરમાં આનંદનો દરિયો ડોલે છે તેમાં આ ગુણસ્થાનના, ભાવકર્મના ભાવો નથી. આવું તારું સ્વરૂપ છે. એ સ્વરૂપને તું ઓળખ, જ્ઞાન કર અને શ્રદ્ધા કર. સુખના પંથે ચડતાં તને સુખ પ્રાપ્ત થશે. પૂર્ણસુખ એટલે મોક્ષ.
“કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? “મનોહાય” (મન:) અન્તઃકરણન્દ્રિયને (લીવર) આનન્દરૂપ કરતું થયું.
અહીં જ્ઞાન એટલે આત્મા. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે એટલે કેસમ્યગ્દર્શન જ્ઞાનમાં તે જણાય છે. તે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો પ્રગટ થાય છે. એ પુણ્ય-પાપ, રાગાદિના જે ભાવો હતા તે દુઃખરૂપ ભાવ હતા. તે ભાવોનો આત્મામાં અને તેની નિર્મળ દશા પ્રગટી તેમાં તેનો અભાવ છે એવો સ્વભાવ જ્યાં પ્રગટયો તો તેને કહે છે કે-અતીન્દ્રિય આનંદને પ્રગટ કરતો થકો પ્રગટ થયો.
લોકો કહે છે કે-ચારિત્ર તો દુઃખરૂપ છે. મહા કષ્ટદાયક છે. “મણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. અહીં કહે છે ચારિત્રને તું માને છે તેવું નથી. ચારિત્ર તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતું પ્રગટ થાય છે. સમજાણું કાંઈ?
આખો દિ' પાપની હોળી સળગે તેમાં વળી આ દવાખાનામાં છોકરા કામ કરતા હોય તો કહે-બાપુજી આવે છે, બાપુજી મારી સંભાળ લ્ય છે. અહીં કહે છે-તે તારી સંભાળ ન કરી. તારી દુકાન ન ચલાવી હોં! આનંદથી ગર્ભિત પર્યાય તે તારી દુકાનનો વેપાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk