________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ વ્યવહારથી થાય તેવી વાત તો આવતી નથી. અહીં એ જ કહે કે-વ્યવહારથી ત્રણ કાળમાં ન થાય. અર્થાત્ રાગથી ન થાય, તે નિર્મળ દશા જ આત્માની છે. જે અક્ષય, અમેય દશા છે તે અક્ષય, અમેય ચીજને આશ્રયે થાય છે. તે રાગના આશ્રયે થાય તેમ ત્રણકાળમાં છે નહીં.
શરીર નાનું હોય, મોટું હોય, સ્ત્રીનું હોય, પુરુષનું હોય પરંતુ અંદરમાં આનંદથી પરિપૂર્ણ ભગવાન બિરાજમાન છે. આત્મામાં આ બાળ છે. યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કુટુંબ, દેહ વગેરે નથી. આ અજીવ અધિકાર છે ને? માટે અજીવથી ભેદજ્ઞાન કરાવે છે. આ બધા અજીવ છે. અજીવ એટલે આ બધા જીવ નહીં. આ આત્મા સિવાય બીજી બધી ચીજો અનાત્મા છે-એટલે કે આ આત્મા નહીં. અનાત્માનો પ્રભુ આત્મામાં અભાવ છે. આહા. હા ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમેશ્વર એ પણ અનાત્મા એટલે આ (નિજ) આત્માની અપેક્ષાએ પર છે. એમાં નિજ આત્માનો અભાવ છે.
મહાવિદેહમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે અને આ ભગવાન સાક્ષાત અંદર બિરાજે છે. તેનો આશ્રય લેતાં આત્મા જેવો છે તેવો દશામાં પ્રગટ થાય છે. વસ્તુ જેવી છે તેવી એની દશામાં વીતરાગપણે, જ્ઞાનપણે, આનંદપણે પ્રગટ થાય છે.
ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ
વિધિ એટલે છે. એમ! જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે અને તેની પર્યાય વીતરાગી પવિત્ર છે એવું કથન કરવું તે વિધિ. સ્વરૂપમાં આખો સંસાર નથી અને જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે તેની પર્યાયમાં પણ મિથ્યાત્વનો સંસાર નથી.
હવે તેજ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ-શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે;”
વસ્તુ ધ્રુવ-શાશ્વત પડી છે. ચિતૂપ એટલે જ્ઞાનરૂપ છે. ભગવાન આત્માનું સ્વ. રૂપ જ્ઞાનરૂપ છે એમ અસ્તિથી સિદ્ધ કર્યું. વિધિ એટલે અતિથી સિદ્ધ કર્યું. ત્રિકાળી જ્ઞાનની જ્યોત શાશ્વત છે ટંકોત્કીર્ણ છે તેમ વિધિથી-અસ્તિથી કહ્યું.
આજે તો માણસને નવરાશેય ક્યાં છે? બે-ચાર બાઈઓ ભેગી થઈને વડી ને પાપડ કરે. એ બધી ક્રિયા જડની જડથી થાય છે. તેનો જાણનાર હું જુદો છું તેમ નજરમાં ન રહ્યું. નજરમાં પેલી જડમાં ક્રિયા થાય છે; આ આવું થયું, આ તેવું થયું, પાપડ શેકતાં આવડવું જોઈએ. આજુ બાજુ બળી ન જાય તેનું ધ્યાન રાખવું. પ્રભુ! આ બધી જડની ક્રિયા છે એ તારું કર્તવ્ય નથી. તે કાંઈ કર્યું નથી, તારામાં એ ક્રિયાઓ થતી નથી. તેનો અહીં નિષેધ કરે છે. કર્તાપણાનું અભિમાન ખસી જવું જોઈએ. આહા ! એ ક્રિયાને આત્મા કરતો નથી પરંતુ થાય છે. એ (રાગાદિની) થતી ક્રિયા ભગવાન આત્મામાં નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk