________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધાર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે “યત્પાર્ષવાન પ્રત્યાયય” (યત્ ) જે કારણથી (પાર્ષવાન) ગણધર-મુનીશ્વરોને (પ્રત્યાયય) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે-“નીવાનીવવિવેવપુષદશા” (નીવ) ચેતનદ્રવ્ય અને (નીવ) જડ-કર્મ-નોકર્મ-ભાવકર્મ તેમના (વિવે) ભિન્નભિન્નપણારૂપ (પુષ્યનો વિસ્તીર્ણ (દશ) જ્ઞાનદષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧–૩૩. પ્રવચન નં. ૪૧
તા. ૧૬–૭– ૭૭ કલશ-૩૩ : ઉપર પ્રવચન આ અજીવ અધિકારનો પહેલો શ્લોક છે. “જ્ઞાન વિનસ્પતિ” જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વસતિ) જેવું છે તેવું પ્રગટ
થાય છે.”
જ્ઞાન એટલે જીવ વસ્તુ જેવી છે તેવી પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન, આનંદ જેવું સ્વરૂપ હતું તેવું પર્યાયમાં અનંત આનંદ આદિની દશા પ્રગટ થાય છે. આહાહા..! આ જે દશા પ્રગટ થઈ–મોક્ષનો માર્ગ પ્રગટ થયો તેને અષ્ટપાહુડના ચારિત્રપાહુડ અધિકારમાં અક્ષય અને અમેય કહી છે. વસ્તુ જે છે તે તો અક્ષય અને અમેય અર્થાત્ મર્યાદા રહિત છે જ, પરંતુ એ વસ્તુનું ભાન થયું એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની દશાને પણ અક્ષય, અમેય કહી છે. અક્ષય એટલે એ પર્યાયનો હવે નાશ નહીં થાય. અમેય એટલે જેની મર્યાદા નથી.
હજુ આ તો મોક્ષમાર્ગની પર્યાયની વાત છે. પરંતુ વસ્તુ જે (ધ્રુવ) દ્રવ્ય-ગુણ છે તે તો અક્ષય ને અમેય છે. અમેય એટલે માપ વિનાની અમાપ ચીજ છે. ભગવાન આત્માની જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા છે તે અક્ષય ને અમેય છે.
આહાહા..! આ ભગવાન રાગ અને પુણ્યની ક્રિયાથી પ્રાપ્ત થાય તેવો એ નથી એમ કહે છે. અક્ષય, અમેય વસ્તુ છે તેનો નાશ કેમ થાય? તે રાગાદિની ક્રિયાથી કેમ પ્રાપ્ત થાય? માર્ગ આવો છે બાપુ! અનંતકાળથી તેણે આ કર્યું નથી તેથી તેને આકરું લાગે છે. વળી સાધારણ લોકોને તો એમ લાગે છે કે-આ તો એકલી નિશ્ચયની વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk