________________
૩. જન્મકર્મની પરંપરા અને સમ્યકત્વ
[૧૭ ફર્યો? કેટલું બાકી રહ્યું ? તેને હિસાબ તેને ન હોય. એવી રીતે મિથ્યાત્વી દશામાં રહેલે જીવ સંસારમાં કેટલે કાળ ફર્યો? કેટલે ફરશે ? તેને પત્તો નથી. અહીં સમ્યકત્વ ન પામે ત્યાં સુધી તેને તે સ્થિતિ ! ઘાંચીને બળદ એમ અહીં દરદ. તેના સમજાવનાર પ્રવર્તકને ન સમજે, દેવ-ગુરૂ–ધર્મ ન સમજે ત્યાં સુધી ઘાંચીના બળદ જે તે ગણાય. ભવની ભયંકરતા, ધર્મઔષધની કિમત, તે દેનારની કિમત, જિનેશ્વરની કિંમત કરવામાં આવે ત્યારે તેને હિસાબ સમજાય.
જિનેશ્વરે મોક્ષમાર્ગ પ્રવર્તાવ્યું છે. મોક્ષમાર્ગ માટે કઈ કહે કે અધળીયા કરીને ચાલવાનું છે. આ મેશને માર્ગ એ વિચિત્ર છે કે ભવઅટવીમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે ખબર ન પડે, તેમ મોક્ષના માર્ગમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે ખબર ન પડે. જ્યાં કેઈ કહેનાર નહિ. જંગલની, કે દરિયાની મુસાફરીમાં કેટલું આવ્યા ? કેટલું જવાનું? તેને પત્તો નહિ, તેમ આપણું તેવી જ પ્રવૃત્તિ છે. આપણે બધા મોક્ષ માટે પ્રવતીએ છીએ. કેટલું આવ્યા? હવે કેટલું બાકી છે? તેને પત્તો નથી. ચાલ્યા છતાં કેટલું આવ્યા ? કેટલું બાકી ? તે ખબર ન પડે તેવી મુસાફરી કરનારને કહેવું શું ?
આપણે પણ મેક્ષના મુસાફર બન્યા, તે આપણે જંગલી જ ગણાઈએ. અહીં તે સ્થળે સ્થળે અંતરના માપ પથ્થર છે. ઠેઠ મોક્ષના સીમાડા સુધી છે. તે તમે આવ્યા કેટલું ? જવાનું કેટલું બાકી છે, તેના માપ છે. પછી જે સડક ઉપર માઈલના માપ-આંક લખેલા છે તે સડક પર આંખ મીંચીને ચાલે તે ખબર ન પડે, તે તેમ, વાંક સડકવાળાન, માપ પથ્થરનો કે તમારે? મેક્ષમાર્ગને અંગે સ્થળે સ્થળે માપ જણાવનાર પથ્થર છે. તે ઉપર તમે નજર ન કરે તે શું થાય ? આપણે આંખ મીંચી અંધારી રાતે મુસાફરી કરીએ તે ?
કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તા બાકી રહે ત્યારે સમકિત. વધારે સંસાર બાકી હોય તે સમ્યક્ત્વ ન થાય. વધારેમાં વધારે સમકિત પામીને પડી ગયે એ જીવ જગતનાં જે જે મેટાં પાપ કહેવાય છે તે બધાંય પાપ કરી લે તે પણ તે અર્ધપુદ્ગલપરાવર્તામાં મોક્ષે જાય, જાય ને જાય જ. એમ અહીં મેહની ૭૦ કડાકોડ સાગરેપમ સ્થિતિ, તેમાં અંતઃ કડાકોડી સાગરોપમની સ્થિતિ. તેથી આગળ બીજે માપ પથ્થર દેશ