________________
૪. દુર્લભ મનુષ્ય જીવનને સદુપયોગ
[૨૭.
એક પાઠશાળાની કે પાંજરાપોળની ટીપ આવી. તેમાં મંગળભાઈએ રૂપિયા ૫૦૦) લખાવ્યા. હવે પાનાભાઈ સમજી ગયા કે હવે આપણને રૂપિયા ૪૦૦) થી નહીં છોડે. એટલે પાનાંભાઈ બેલવાની શરૂઆત કરે કે જુએ આજને વેપાર, આજના વેપારની શી દશા છે? કાળી સાઈડ પોતાના હાથે રજુ કરે છે. પોતાને આવું કહેવા બીજો આવે તો પોતે ચીડાય. પેલે ટીપ કરવાવાળો વરતુની જરૂરીઆત જણાવે છે, ત્યારે કહે કે-લખો. તેમાં પણ ૩૦૧થી શરૂઆત કરતાં ૩૫૦માં પતી જાય તે માને કે ૧૫૦ બચ્ચા, હાશ! આમાં ૩૫૦ નું શું શું થયું ? એ ખાડામાં ગયા એળે ગયા ! ન આપ્યા, ન ભરાવ્યા તે બચ્યા ત્યારે જે આપ્યા તેનું શું થયું ? એ જગ્યાએ દાનરુચિવાળો હોય તે કહે કે–મને ૪૦૧ ભરવા ઠીક લાગે છે. તમે કહો તે થોડાક વધારે ભરું. આ છે દાનરુચિ. પહેલાં તેવી રુચિ વિના પણ ૩૫૦નું દાન તે થયું હતું, પણ તેમાં શું વળ્યું ? એ તે શેકીને તમે વાવો છો.
એક ખેડૂત દાણું વાવવા ગયો. વરસાદ આવશે તે સડી જશે. લગીર ગરમ કરીને વાવીએ તે શરદ ન થાય. લાવને તાવડા પર ગરમ કરું? ગરમ કરીને વાવ્યા તેમ દાનવાળા સીધા ન વાવે. દાનરુચિ વગરના શેકીને વાવે. આ જે મનુષ્યપણું મેળવ્યું તે કયા ઝાડનું ફળ ? સ્વભાવે પાતળા કષાયપણું રાખ્યું હતું, તેનું ફળ-મનુષ્યપણના જીવનનું ફળ-દાનરુચપણનું ફળ છે. નહીંતર સાપ કે ઘે થાત.
મનુષ્ય શાથી થયા?
અહીંથી લઉં, લઉં'વાળાને દાનરુચિ નથી. ધન મળ્યા પછી હવે તે વાપરવાનું ભાગ્ય મેળવું તે દાનરુચિ. મળેલી લક્ષમી દાનમાં ઉપયેગી થાય તે તે લેખે ગણાય. તે દાનરૂચિ કહેવાય. મળેલ લહમીનું દાન, નહીંતર ભગવટે ને છેવટે નાશ. નાશ છેલ્લો રસ્તે ન હોય, તે તમારી પેઢીઓ કેટલી થઈ? ગણતરી વગરની. હવે એક એક પેઢીવાળાએ એક એક રૂપીઓ સંઘર્યો હતો અને તેને નાશ થયે ન હેત તે તમારી પાસે આજ કેટલા હેત? ગણુ ન શકે તેટલી મિલકત હોત, છતાં તે કેમ નથી? તેને નાશ થતું આવ્યું. પૈસા મેળવ્યા ખરા પણ તેને નાશ થઈ જાય છે. પૈસાની ત્રણ ગતિઃ તે રસ જે દઈ ન શકે અને