________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૨૧
કારણ ભેંયરામાં સંતાડી છે. આ હે હે ! બાપાજી મારા કેવા જ્ઞાની ! મનની વાત જાણુ! હવે કયા ભેંયરામાં ? અને ત્યાં મારી બેનનું શું થાય? કેણે સંતાડી તે શી રીતે ખબર પડે ?
એવામાં યવષિ બેલ્યા સુમાત્ર વામઢ અરે! અત્યંત કમળ રાજકુમાર, અરે–ભદ્રિક ! રાતે તને ભડકવાની ટેવ પડી છે. (પ્રધાને તને ભરમાવ્યું છે કે–તારે પિતા યવર્ષિ ત્યાગને સિરાવવા માગે છે તેથી તને સેંપેલ રાજસત્તા પાછી લેવા માગે છે!) પણ અમારી તરફથી તને ભય નથી, પરંતુ દીર્ઘપૃષ્ઠ પ્રધાન તરફથી ભય છે!” આ સાંભળી કુમાર ગૂપચૂપ પાછો ફર્યો. પ્રધાનના મહેલની ચારે બાજુ ચોકી મૂકી અંદર તપાસતાં ભેંયરામાંથી કન્યા નીકળી !
વિચારે, હવે યવષિ જ્ઞાની હેવાની પ્રતીતિમાં-રેસામાં કુમારને લેશમાત્ર શંકા, રહી? સવારે સામૈયાના ઠાઠથી કુંવર નમતે આવે, અને
સાહેબ! આપનું જ્ઞાન અગાધ ! અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો!” આમ આશ્ચર્ય પામી બેલવા લાગ્યા. યવ રાજર્ષિ વસ્તુ સમજી ગયા. તેમણે વિચાર્યું કે હમણું ચૂપ રહેવું ઠીક છે. સત્તા અને સંપત્તિ કરતાં સામાન્ય ત્રણ ગાથાના અભ્યાસને તે સુંદર પ્રભાવ જોઇને મનમાં “અહીંથી કયારે છૂટું અને ગુરુ મહારાજને જઈ મળું અને તેઓની પાસે અભ્યાસ કરું.” એમ થયું.
તે મફતની જેવી જ ત્રણ ગાથા-કુંભારની, ખેડૂતની અને છોકરાની તે ત્રણ તત્વ વગરની ગાથા-દેહાએ આટલું આટલું કામ કર્યું, તો શાસ્ત્ર તૈયાર-મેઢે કરું તે શું ન થાય? માનસ સરેવરમાં જેમ હંસ, તેમ જ્ઞાન સરેવરમાં જ્ઞાની
મગ્ન રહે. એ વિચારમાં કુંવરના સન્માન બાદ સર્વ વાતમાં ચૂપ રહી, ત્યાંથી વિહાર કરી યવષિ કમે ગુરુ પાસે આવ્યા. સાહિત્યમાં રસિક બનવાની થએલ વૃત્તિને લીધે પંડિત થયા ! સાહિત્ય, એવી જબરજસ્ત ચીજ છે કે-મગજમાં આવેલું તે ઉપકાર કરનાર થાય જ, માટે સાહિત્યને સર્વેએ મગજમાં લેવાની જરૂર છે, પછી છેડવા લાયકને છેડી શકે છે, અને આદરવા લાયકને આદરી શકો છે.