________________
૩ર૦]
દેશના મહિમા દર્શન
માટે કાર્ય કરવું જ છે તેવી ધારણાવાળા ન હોય તે ઘડીક પોષણ કરનારા ઘડીક શેષણ કરનારા થાય, ઘડીકમાં મંડન કરનારા, ઘડીકમાં ખંડન કરનારા થાય છે, માટે પ્રથમ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ થવું જોઈએ. અને તે થવું હોય તે નિશ્ચય કર કે તેમાં ન્યૂન નહીં–તે સિવાય નહીં.
આ ત્રણ નિશ્ચય એ વિરોધીઓને ભારે પડે છે. (૧) એ જ, (૨) એ સિવાય નહીં અને (૩) સંપૂર્ણ. ઘુવડની બૂમએ-ઘુવડના બરાડાએ-ઘુવડના ધૂતકારે કાંઈ સૂર્ય ઉગતે હોય તેને બંધ કરાય નહીં, એમ નકકી કરી વિરોધીઓને કહે કે–એ... વિરેધીએ ! તમે કરવાના નિશ્ચયમાં આવે. આથી વિરોધીઓ દુભાય તેની દરકાર કરે તે કાર્ય સાધી ન શકે. જ્યારે તમે નિશ્ચયમાં આવો ત્યારે જ કાર્ય સાધી શકે અને તે જ શ્રદ્ધા છે.
કાર્યસિદ્ધિનાં ત્રણ કારણું આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય જ સંપૂર્ણ કરવું છે. લગીર પણ ડાઘ-આવરણ રહે તેવું નહીં. “સમ્યક્ત્વ' શબ્દને હમણું એક બાજુ મૂકે. સમ્યગદર્શન એટલે શ્રદ્ધા લે સમ્યગદર્શન કે મિથ્યાદર્શનને શીંગડાં પૂંછડાં નથી. પહેલાં કાર્ય કરનારાએ આત્માની સ્થિતિ નિશ્ચિત કરવી જોઈએ. એ જ શ્રદ્ધા છે. એ નિશ્ચય કર્યા છતાં સાધને ખ્યાલમાં લેવા જોઈએ, તેમજ બાધકને ખ્યાલ કરે, તેનું જ નામ સમ્યગ જ્ઞાન.
આત્માના શુદ્ધ સ્વરૂપને મેળવવાનાં સાધનો નિશ્ચિત કરવાં, બાધકને નિશ્ચય કરે તે સમ્યગજ્ઞાન ત્રીજે નંબરે. સાધકને સાધી બાધકને દૂર કરવા જોઈએ. એમ થાય એટલે નિશ્ચય બોધ. સાધનેને ગ્રહણ કરે-બાધકને દૂર કરે તેનું નામ ચારિત્ર. તે જ કાર્યસિદ્ધિ થાય તેનું જ નામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર.
આત્માને મેલ ખસે ત્યારે આ કાર્ય થાય. સાધકપણની બુદ્ધિ થાય કયારે ? આત્માને મેલ ખસે ત્યારે. આત્માને શુદ્ધ કરવા માટે