________________
દેશના
શ્રવણ અને ઘર્મજ્ઞાન
33333333333333380388389338EDBEDERO
શ્રોવ ઈન્દ્રિયની વિશિષ્ટતા શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણની રચના કરતાં શ્રાવકને લાયક ૨૧ ગુણ, તેનું સ્વરૂપ અને તે તે સ્વરૂપને યથાર્થ પ્રતિમાજન કરનારા દષ્ટાંતદ્વારા સમગ્ર અધિકાર આગળ જણાવી ગયા છે. તેથી શ્રવણ અને જ્ઞાનભૂમિકા એ બે ભૂમિકા સહેજે પ્રાપ્ત થઈ શકે છે એ આપણે સમજી ગયા. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય શ્રોત્રલબ્ધવાળો હોય અને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિય શ્રોત્રલબ્ધિ વગરના હોય છે, તેમ સંજ્ઞી હોય અને શ્રોત્રલબ્ધિ વગરને હેય તેવું બની શકતું નથી. મનની શક્તિ શ્રોત્ર મળ્યા પછી જ મળવાવાળી ચીજ છે. તેથી સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ પંચેન્દ્રિયમાં જ પાડવામાં આવે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ પાડવામાં આવતા નથી, કારણુ જેને સંજ્ઞીપણું પ્રાપ્ત થાય તેને પાંચ ઈન્દ્રિયની શકિત હોય છે,
એ જ વાત આપણે પર્યાપ્તિને અંગે વિચારીએ અને પ્રાણેને અંગે વિચારીએ તો સમજાય તેવી છે. મનની પર્યાપ્ત સમગ્ર ઇંદ્રિયની પ્રપ્તિ પછી જ છે. આથી જે જે સંજ્ઞી અને પંચેંદ્રિય થયા તે સર્વને શ્રોત્ર ઈન્દ્રિયની લબ્ધિ જરૂર હોય. જે શ્રોત્રની લબ્ધિ છે, તો શ્રોત્રની શક્તિ જબરજસ્ત હોય છે. ચારે ઇન્દ્રિયે માત્ર અષ્ટસ્પર્શી પુદ્ગલેને ગ્રહણ કરે છે. અષ્ટસ્પશી પુદ્ગલ સિવાયના સ્પર્શ, રસ, ગંધ કે રૂપને સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ ઈદ્રિયે લઈ શકતા નથી. ચઉસ્પર્શીમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહેલા છે, પણ ઈન્દ્રિય અષ્ટસ્થપણે પરિણમવે અને ગ્રહણ કરે છે. અબ્દસ્પશીંપણે પુદ્ગલે