________________
૪૯, શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૫
બાલવામાં આર્યોને વિભાગ થયે. વ્યક્ત ભાષાવાળા તે જ આર્યો. આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે ભાષા સંબંધી આર્યની વ્યાખ્યા આપતાં તેમને સાડી પચીસ ક્ષેત્રને વિભાગ કર્યો છે.
જૈનદર્શનમાં આર્યને વિભાગ સમ્યકત્વની અપેક્ષાઓ હતું, એટલું જ નહિ પણ જ્ઞાનની અપેક્ષાએ, ચારિત્રની અપેક્ષાએ વિભાગ હતા તેમ ભાષાને અંગે પણ વિભાગ હતા.
માગધી, બ્રાહ્મી લિપિ વગેરે ભાષા આ માટેની છે અને તેથી જ આયેનો અને સ્વેછેને એવા વિભાગ પાડ્યા છે. ભાષાની અપેક્ષાએ
જ્યાં જ્યાં અર્ધમાગધી ભાષા પ્રવર્તે, ત્યાં ત્યાં ભાષા રૂપે આર્યપણું. આપણા લોક માગધીને અંગે ચક્કર ખાય છે. કહે છે કે મગધ દેશની ભાષા તે માગધી, પણ માગધી ભાષા બોલનારા માગ એટલે રાજાના મંગળ પાઠકે–બિરૂદાવલી બોલનારા, રાજાના ઈતિહાસ રાખનારા, તેમની જે ભાષા તે માગધી. માગધેની ભાષા તે માગધી–અર્ધ માગધી. જે સમગ્ર સાડા પચીસ દેશની ભાષા તે માગધી.
જગદ્ગુરુ કેણુ થઈ શકે ? તે ભાષા આર્યની હેવાથી તીર્થકરની દેશના અર્ધમાગધીમાં પ્રવર્તતી હતી, તેથી તેમને જગદ્ગુરુ થવાને હક્ક છે. જગતની સામાન્ય ભાષા જે ન સમજી શકે તે જગતગુરુ કેવી રીતે બની શકે? સંસ્કૃત ભાષામાં બોલનારા, ઉપદેશ આપનારા, શાસ્ત્રકથન કરનારા, તે વિદ્વાનના ગુરુ, પણ તે જગતના ગુરુ નહિ કેટલાક વિદ્વાન સિવાય બીજાઓની ભાષા જે સમજે નહિ તે તે જગતગુરુ કેમ બનવાના ? અહીં જગતગુરુપણું એવી ચીજ છે કે તિર્યંચે પણ પિતાની ભાષામાં તેમનાં વચને સમજે છે, જે મવનિ
જિનેશ્વરની વાણી દેવતા દેવતાઈભાષા તરીકે, મનુષ્ય મનુષ્યની ભાષા તરીકે, અનાર્યો અનાર્યોની ભાષા તરીકે, તિર્યંચે તિર્યંચની ભાષા તરીકે, આમ તમામ તીર્થંકરનું વચન સમજે છે. બધાને સમજવામાં આવી શકે તેવી ભાષા જેન બેલે તે તે બધાને ગુરુ કેવી રીતે બની શકે?