________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
૪િ૪૯
ત્રણે વાકયથી જ્ઞાન સાધન તરીકે કબૂલ્યું, પણ કેટલાક જ્ઞાનને સાધ્ય ગણવાવાળા હતા તે માટે આ બધું જણાવ્યું.
જ્ઞાન કરતાં ક્રિયાની અધિકતા જ્ઞાનને સાધ્ય ગણવાવાળા નથી એવાએ તે જ્ઞાનને કરવું શું? જ્ઞાન ભાડેથી મળે છે અને ક્રિયા ભાડેથી મળતી નથી. દુનિયામાં મિલકત ઘરની કામ લાગે. વકીલ બારીસ્ટર ફથી મળે છે. દસ્તાવેજ કારકુન કે વકીલ પાસે લખાવી શકાય છે પણ ઘર, મિલકત વકીલ પાસેથી ન લેવાય. મિલકત પિતાની જ કામ લાગે. માત્ર ફી ખરચીને વકીલ પાસેથી અક્કલ જ લેવાય. તેમ જ્ઞાન એ ભાડે મળવાવાળી ચીજ હોવાથી જ્ઞાનીની નિશ્રામાં રહેલા અજ્ઞાનીને પણ ચારિત્ર માન્યું. શાસ્ત્રકારોએ વિરતિવાળાની નિશ્રામાં રહેલા અવિરતિવાળાને વિરતિ ન માની. અવિરતિવાળે હેય ને વિરતિવાળાની નિશ્રામાં રહે તે વિરતિવાળે થઈ જાય એમ નથી પરંતુ અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તે જ્ઞાની ખરે. આથી બીજાના આત્મામાં રહેલું જ્ઞાન કામ લાગે છે પણ પિતાના વિરતિ સંયમ ક્રિયા બીજાને કામ લાગતાં નથી. સમક્તિ પામીએ તે આપણું આત્માના જ્ઞાન કે પારકા આત્માના જ્ઞાને ?
જિનેશ્વરે જ્ઞાનથી જાણ્યું ને કહ્યું તેને તત્તિ માનીએ તે સમક્તિ. તેમાં જેટલા પદાર્થો જાણીએ તેટલું માનીએ એમ નહિ. જીવ સાક્ષાત જોઈ એ તે પછી જીવ માને તે સમકિત એવું કથન શાસ્ત્રનું છે જ નહિ, સમ્યકત્વના સ્વરૂપમાં કહ્યું કે અસંખ્યાત પ્રદેશી આત્મા છે, કર્મનો કર્તા, આત્મા નિત્ય છે અને ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષનાં સાધન છે તે માન્યું તે સમક્તિ. કેના જ્ઞાને આ માન્યું? કહેવું પડશે કે જિનેશ્વરોના જ્ઞાને. જીવને કર્મ કરતે આપણે દેખી શકતા નથી. મોક્ષને અને તેના ઉપાયને આપણે દેખી શકતા નથી. કેવળી મહારાજે જાણ્યા ને કહ્યા તે આધારે અમે માનીએ તે સમક્તિી કહે ભાડૂતી જ્ઞાન. એમ ચારિત્ર માની લઈએ તે ચારિત્રી ખારિત્ર આચરણને વિષય છે. આચરણ સ્વતઃ થવું જોઈએ. ૨૯.