________________
૪૫૦]
દેશના મહિમા દર્શન જીવાદિક ત પ્રત્યે શ્રદ્ધા અને જ્ઞાનને વિષય તે બીજાથી સાંભળીને સહી શકાય પણ ચારિત્ર પિતે જ આચરવું પડે. જ્ઞાન બીજામાં રહેલું બીજા આત્મામાં કામ કરે નહિચારિત્ર ભાડાની ચીજ નહિ. મિલકત પિતાની જેઈએ. દસ્તાવેજ વકીલ કરી દે પણ મિલક્ત વકીલ ન આપી દે. એમનાં વચને વારંવાર યાદ કરે તે જ્ઞાન થાય પણ ચારિત્ર પિતે જ આદતો થાય. પિતાના આદર્યા વગર ચારિત્ર થઈ શકતું નથી.
સાધનને સદુપયેગ દરદીને ઠંડા પદાર્થો વાપરવામાં વાયુ થાય અને ગરમ ખાવામાં લેહી પડે. તેમ કેટલાકે જ્ઞાનની કિંમત ઓછી કરી, તેથી એમાં શું ? એમ કહેનારે લક્ષ્યમાં લેવું કે આંખ સાધન ચીજ છે કે સાધ્ય ચીજ ? કહેવું પડશે કે આંખ સાધન છે. શત્રુ, મિત્ર, લાલ, લીલું, સેનું, પિત્તળ ઓળખવામાં આંખ સાધન છે. સાધન હોવાથી તેને કદી નકામી ગણું ? આંખ પદાર્થ માત્રને લાવનારી ચીજ નથી. લાવવાનું કામ હાથ કરશે. તેટલા માત્રથી આંખ નકામી ચીજ ન ગણી. આખા જીવનને અંગે આંખ સાધન હોવા છતાં તે જરૂરી છે, તેમ જ્ઞાન સાધન છે. આંખથી મતી જણાય ને કાંકરે જણાય, છતાં મેતી ફેંકી દે ને કાંકરે કથળીમાં નાંખે તે આંધળે ન હોય તે પણ તેને આંધળો ગણીએ; તેમ અહીં જે આત્મા જ્ઞાનરૂપી સાધન પામ્યું ને પછી અવિરતિ આત્મામાં ભરે ને વિરતિથી છેટે રહે તે દેખતી આંખે દેખીને બેવકૂફી કરનારા આંધળા ગણાય. તેથી જગતના જીવની
અપેક્ષાએ આંખની કિમત ઓછી થતી નથી. - અવિરતિથી ડરતા નથી તેવાનું જ્ઞાન ભલે નકામું ગણાય તેટલા માત્રથી જ્ઞાન બીનજરૂરી છે તેમ કહી શકાય નહિ. આંખ સાધન હવાથી નકામી ન ગણાય તેમ જ્ઞાન સાધન હોવાથી નકામું ન ગણાય. પરંતુ અહીં જે અવિરતિથી નહીં ડરનારા, વિરતિની ઉત્તમતા નહિ જાણનારા ને એવાને જ્ઞાનચક્ષુ ભલે નકામી હોય પણ જૈનશાસનમાં તેવું જ્ઞાનચક્ષુ સમાન ઉપયોગી ગણ્યું છે. એટલા માટે દરેક અનુગની શરૂઆતમાં જ્ઞાનની વ્યાખ્યા કરવાની પ્રાયિક નિયમિતતા રાખી છે.