________________
૪૫૬]
દેશના મહિમા દર્શન
આધારે જ શાસન છે. તે તરફ લક્ષ્ય ન જાય તે આરાધનશું ગણવું?
દીવાળીથી ગૌતમનું કેવળજ્ઞાન, પછી સુધર્માસ્વામી પાટે બેઠા, પછી પ્રથમ પર્વ જ્ઞાનપંચમી. તે માટે જ્ઞાનનું લક્ષ્યબિન્દુ બરાબર રહે તે માટે જ્ઞાનપંચમી આ તહેવાર નક્કી કર્યો. હવે જ્ઞાન કયું? તે કે મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ ને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન કલ્પિત નથી. જા જેવાં કલ્પિત નથી. આ પાંચે ચીને આત્માના ધર્મરૂપે છે. તેથી તેને રોકનારાં કર્મો માની શકીએ છીએ. માટે પાંચ પ્રકારનું જ્ઞાન વાસ્તવિક ચીજ છે. જ્ઞાનનું વર્ગીકરણ લે. તમારાં સાધનેથી તમને એક જ્ઞાન થાય તે પ્રથમ હંમેશાં દરેક જીવને જન્મની સાથે સ્વાભાવિક જ્ઞાન કરવાની સત્તા છે. તે મતિજ્ઞાન ઈદ્રિયને મનથી થતું જ્ઞાન તે સાહજિક જ્ઞાનસ્વાભાવિક જ્ઞાન; બીજાં જ્ઞાનાદિ બીજાના સંકેતથી થનારું જ્ઞાન. સંકેતથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ઈદ્રિયમનથી થતું જ્ઞાન તે સાહજિકજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન. બીજું બજાના સંકેતથી થનારું જ્ઞાન અગર સંકેતથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ઈન્દ્રિયને મનથી થતું જ્ઞાન તે સ્વાભાવિક મતિજ્ઞાન. બહારનાં સાધને વગર દૂરની વસ્તુ જાણે તે અવધિજ્ઞાન. તેમ દૂર કે નજીક રહેલા મનુષ્ય કે જાનવરના વિચારનું જ્ઞાન તે મન પર્યવ જ્ઞાન. રૂપી કે અરૂપી સર્વ જે જ્ઞાન દ્વારા જણાય તે કેવળજ્ઞાન. આમ વસ્તુસ્વરૂપે જ્ઞાનને પાંચ વિભાગ પાડ્યા છે. આત્મામાં સ્વભાવરૂપે એવાં આ જ્ઞાન છે. પાંચ જ્ઞાન દરેક સૂત્રની આદિમાં કહેવાં જ પડે છે. તેજ રીતિએ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પાંચ જ્ઞાન કહ્યાં છે. હવે તેનું આરાધન - કરવા માટે દરેકે ઉદ્યમવંત થવું, એ જ જ્ઞાનપંચમી–મૃતપંચમીનું આરાધન છે. હવે આગળ શાસ્ત્રકાર શું જણાવે છે તે અગ્રે વર્તમાન.