________________
૪૧૪]
દશના મહિમા દર્શન
સિદ્ધપદની ઉપેક્ષા અસ્થાને છે આટલા માટે નવપદમાં પ્રથમ અરિંહત પદ નક્કી કર્યું. તિજોરી ન હેય, તેમાં માલ ન હોય, પછી દીવ કર્યો, ચોરને ભગાડયે તેમાં શું વળ્યું ? દીવાની મહેનત અને ઉજાગરે બધા નકામાં છે. તેમ સિદ્ધપણું ન હોય અને આત્માને સર્વથા કર્મને ક્ષય થતું જ નથી, વીતરાગપણું ટકતું નથી. આવી સ્થિતિ હોય તે તીર્થકરને કર્યો ઉપકાર છે? તીર્થકરને ઉપકાર તે કર્મરૂપી ચેર ખસેડ્યાની બહાદુરી ઉપર છે. અર્થાત્ તિજોરીમાં સિદ્ધરૂપી માલ હોય, તે ઉપર તીર્થકર મળ્યા, તેમની દેશના સાંભળી, તેમનું શાસન મળ્યું, દાનાદિકમાં તેમના કહ્યા મુજબ પ્રવર્યા.
આ ઉપરથી એક વાત માની કે મેક્ષ નથી એમ માન્યું તે અપણે ઠગાયા. સિદ્ધને ન માન્યા ને અરિહંતને માન્યા તે ઠગાયા. મોક્ષના માર્ગ માટે અરિહંત માન્યા છે છતાં મેક્ષ ચીજ ન હોય તે ઠગાયા. આથી અભવ્યને હંમેશાં ઠગાયા માન્યા છે. ભલે અરિહંતની અદ્ધિ, જશ, દેવતાની સેવાને દેખી એક વખત અરિહંત માનનારે થાય પણ સિદ્ધને ન માને તે અરિહંતને માનનાર હોવા છતાં તે ઠગાય છે. અરિહંતને માનતાં મેક્ષ સિવાય બીજું સાધ્ય રહે તે તે મિથ્યાત્વ છે.
તમને જંગલમાં તરસ-ભૂખ લાગી છે. ભીલ મળ્યો અને તેને તમે કહો કે પાણી આપવું એક મ્યુલા પાણી પેટે આ તને મોતીની પિટલી આપું. એક રોટલાના ટુકડા અને પાણી પેટે લાખનું મોતી દઈ દે છે. સમજો છો છતાં કેમ દે છે? કે બીજે કઈ રસ્તે નથી. આ માણસને ઝવેરીપણામાંથી બાતલ નહીં કરીએ. અર્ધા પૈસાની ચીજ લઈ લાખ રૂપિયાનું મતી દઈ દે તેને મૂર્ખ કેમ ન કહેવો? આ લાખના મેતીને લાખના મેતી તરીકે સમજે છે તેથી લાખની ચીજને થોડા પૈસા પેટે દઈ દે છે! આપત્તિ વખતે લૌકિક પદાર્થ માટે તેમની લૌકિક દેવાદિની સેવા કરે, છતાં દેવાધિદેવની વાસ્તવિક કિંમત મગજમાં રહે તે સમ્યકત્વ ન જાય. ઝવેરી ઝવેરીપણાથી ગયે નથી પણ લાખનું મેતી ગયું, પણ મોક્ષની ક્રિયા પુદ્ગલ