________________
ઘર્મ અને ઈન્દ્રિયો
આ પ૨
ઈષ્ટનું બહુમાન શાથી? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય સમપ્રભસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે આ સંસારમાં દરેક વિવેકી જનને ધમ ઈષ્ટ છે, કારણ જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ હોય તેના જૂઠ્ઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જુઠ્ઠા શબ્દો પણ ખરાબ લાગે. ધનાદિ ઈષ્ટ છે તેથી કોઈ આશીર્વાદ દે કે “તું ચિરંજીવી, કુટુંબ, ધનવાળો” થા તે તેથી સંતોષ માને છે. કહેનારના કહેવાથી થવાનું નથી. “ધનાઢય થા તેથી ધનાઢય થઈ જતો નથી. પણ તે વખતે આંખ લાલ થતી નથી. આ શબ્દમાં કઈ તત્વ નથી. અમર થા” એમ કેઈ કહે, તેયે એ શબ્દોમાં સત્યતા નથી. એને કહેવાથી ચિરંજીવી કે અમર થવાના નથી. તેમ કેટધ્વજ થવાનું કહ્યું, તે કહેવાથી કેટિધ્વજ થઈ જવાતું નથી, છતાં આંખમાં મીઠાશ કયાંથી આણી? ઇંટ વસ્તુના જૂઠ્ઠા શબ્દ સાંભળવાથી પણ ઈષ્ટ લાગે છે. કઈ ગાળ દે કે “નખેદ જાય, તે વખતે આંખ લાલ કેમ થાય છે? અનિષ્ટ વસ્તુના જડ્રા શબ્દ ઈતરાજ કરે છે. આ વાત સમજીએ તે ધર્મમાં આવીએ.
ધમ ઈષ્ટ જ છે એમ કેમ ગણ ? ધર્મ આખા જગતને ઈષ્ટ છે. ધમ હોય કે ન હોય પણ ધમ કહે તે કલેજે ઠંડક વળે છે. “સપરિવાળા દુ ધ ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજો માણસ ધર્મ થયેલ જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી. ધર્મ એ આત્માની સાક્ષીવાળી ચીજ છે.
ચક્રવતી નરકે જ જાય એ વાતને પરમાર્થ ચકવતી એટલે નરકને દૂત, કેમકે બીજાને અંગે નરકનો નિયમ નહિ પણ ચક્રવર્તી અને વાસુદેવ નિયમા નરકે જાય.