________________
દેશના મહિમા દર્શન કારણ હેય તે પાપને વિચાર ન કરું, તે પણ પાપ લાગે. અશુભ કાર્ય ઈચ્છા વગર પણ થાય. પાપની ઈચ્છા ન કરીએ પણ તે સરાવ્યું નહીં એટલે પાપ લાગવાનું. ધર્મ કયારે લાગે?
જ્યારે હું સમૃદ્ધિને ધર્મને રસ્તે જેડું. માત્ર ઈચ્છા પણ એ હોય કે સમૃદ્ધિ ધર્મના રસ્તે જોડાય તે મને ધર્મ લાગે. સમૃદ્ધિ પાપ વગર ઈચ્છાએ લાગ્યું અને ધર્મ તે વગર ઈચ્છાએ ન થયે. શુભ કાર્યમાં ઈચ્છાની જરૂર. અશુભમાં ઇચ્છાની જરૂર નહીં. શાસ્ત્રકારોએ એક વાત કરી તે મગજમાં ઉતારવી મુશ્કેલ પડે છે. વિરતિ ન કરીએ તે પણ અવિરતિનાં કર્મો લાગ્યા કરે. સખ્યત્વ ન પામીએ ત્યાં સુધી મિથ્યાત્વનાં કર્મો લાગ્યા કરે, એકેદ્રિય વગેરે જીવે સમ્યકત્વ, મિથ્યાત્વ સમજતા નથી.
એવા કેટલાક પચેંદ્રિય પણ તે સમજતા નથી. કષાય, અકષાય, વિરતિ, અવિરતિ તે વિચાર પણ નથી. તેવાં તે કર્મ ક્યાંથી લગાડે છે ? સમ્યક્ત્વ ન પામે ત્યાંસુધી મિથ્યાત્વની કરણ કરે અગર ન કરે તે કર્મ લખાયેલાં છે. અવિરતિ ટાળે નહિ, વિરતિ કરે નહિ ત્યાં સુધી અવિરતિનાં કર્મ લલાટે લખાયેલાં છે. પંચેંદ્રિય જીવે પણ સમ્યકત્વ મિથ્યાત્વને વિચાર કર્યા કરે છે. હજુ આર્યક્ષેત્રમાં વિચાર હોય પણ આર્યક્ષેત્ર માત્ર બત્રીસ હજારમાં સાડી પચ્ચીસ. આર્યક્ષેત્ર હજારમાં ભાગ કરતાં ઓછા. એટલા ક્ષેત્રમાં વિરતિ, અવિરતિ, સમ્યકત્વ, મિથ્યાત્વને વિચાર આવે, બાકીના ક્ષેત્રમાં વિચારને અવકાશ નથી. પછી કયાંથી પાપ લાગી જાય?
જે બાબતનો વિચાર, ઉચ્ચાર, પ્રવૃત્તિ નથી છતાં તમે એ નિયમ રાખ્યો. બીજાએ ન્હાય તેટલું પુણ્ય નિયમ રાખે છે. તમારા હિસાબે અવળું છે. દેવાદાર હાઈ એ, “દીધું એટલું ન્હાયા નહિ, પણ બાકી રહ્યું તેટલું વેઠવાનું જેમ લાખનું દેવું કર્યું હોય, પંચેતેર હજાર આપી દઈએ તો પચ્ચીસ હજારને ખટકે રહ્યો. તેમ અવિરતિ જેટલી તેને ખટકે. વિરતિ કરી તેને ઉત્કર્ષ નહિ. વિરતિ એ તો આત્માને સ્વભાવ હતું ને થઈ ગયે. શરીરે સો ગૂમડાં થયાં તેમાં પચ્ચીસ