________________
પ૩, મમત્વ અને વિરતિ
[૪૪૧
જે બાબતમાં સંકલ્પ કર્યો નથી, વચન કહ્યું નથી, પ્રવૃત્તિ કરી નથી, જેને સ્વને વિચાર નથી તેનાં કર્મ મને લાગી જાય તે શી રીતે માનવું ? અહીં ગૂમડું થયું. તેમાં રસી ભરાવાને સંભવ. વચનપ્રવૃત્તિ કરી ન હતી તે રસી કેમ ભરાઈ? એક જ કારણ કે વિકાર ઊભું થએલે છે. એ વિકાર મટે નહીં, ત્યાં સુધી મન, વચન, કાયા ન હોય તો પણ એ રસ્તે કામ થવાનું. તેમ આત્મામાં મિથ્યાત્વાદિક વિકાર રૂપે હોવાથી મનાદિક ન હોય તે પણ કર્મને ખેંચવાના
જ્યાં સુધી વિકાર મટાડે નહિ, ત્યાંસુધી મિથ્યાત્વ, અવિરતિ. વિકાર મટાડે નહીં ત્યાં સુધી, સંબંધી સંકલ્પ ન હોય તે પણ વિકાર થવાને. ગૂમડું રૂઝાઈ જાય તે જ રસી મટે. તેમ મિથ્યાત્વ, અવિરતિ ચાલ્યાં જાય, તે જ તમે કર્મથી બચે.
હવે મૂળ વાતમાં આવે. દરેક સુખની ઈચ્છા કરે છે પણ આ વિકાર કેમ બાધક છે? કારણ કે તે રસ્તે લેવાતું નથી. ઈચ્છા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. માત્ર તેને લાયક પ્રયત્ન થ જોઈએ. આટલી વાત ધ્યાનમાં લેવી. જિનેશ્વરના ચરણનું પૂજન, વિરતિવાળાનું વંદન, પણ અધર્મમાં બુદ્ધિ થયેલી હોય તેવાની સંગતમાં જવું નહિ, પાત્રમાં ધન વાપરવું, ઉત્તમને અનુસરવું, અંતરશત્રુને જીતવા, તે માટે પંચપરમેષ્ઠી સ્તવન કરવું. એ કરનારે મેક્ષ સુખને હાથમાં કરી લે છે. આથી આ શ્રેણીએ ચઢશે તે મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
હ
- -- ૪ હે જિનેશ્વર ! તમારા પ્રભાવથી રાગ, દ્વેષ અને મેહથી રહિત દેવ, હિંસાદિ પાપને ત્યાગ કરનારા ગુરુ, તેમ જ નિર્દોષ પાપ રૂપી કચરાથી રહિત ધર્મને મેં આશ્રય કર્યો છે.