________________
૪૪૦]
દેશના મહિમા દર્શન
દિક્ષા માન્ય કરી તેને વંદન કરે છે. ભગવાન મહાવીરના પિતા ઋષભે અત્યંત વૃદ્ધપણામાં દીક્ષા લીધી તે વંદનીય કેમ ગણાય?
આર્ય રક્ષિતને અંગે શિષ્યચોરી કહેવાય. અગિયાર વર્ષમાં પિતાની રજા સિવાય દીક્ષા અપાઈ તે ચેરી કબૂલ કરે તેને વંદન કેમ કરે છે?
શિષ્યરીથી દીક્ષિત થએલાને મુનિ ગણ્યા. આચાર્ય યુગપ્રધાન ગણું વંદન કર્યા તે કેમ બને? એક બાજુ દૂષણ છે, એને જ ઉપકારી માની વંદન કરે, આ બે બને કેમ? કારણ એક જ. ત્યાં વસ્તુ અગ્ય ન હતી, રસ્ત-રીતિ અગ્ય હતાં. રીતિ-રસ્તાથી વસ્તુ અયોગ્ય થતી નથી. દીક્ષાની અયોગ્યતા કહેનારો જૈન શાસન સમજાતું નથી. સતી કુટુંબના સંતેષથી શીલ પાળે, કાં તે ખંજર ભેંકી શીલ પાળે. શાણું સમજથી જે શીલ પાળે તે ઉત્તમ, પણ કદી પ્રસંગે ખંજર ભોંકી શીલ પાળ્યું તેથી શીલ અગ્ય થતું નથી. વસ્તુ અગ્ય નથી. છેતરપીંડી કરીને પાળેલું શીલ-બન્નેમાં અમુક ગ્ય શીલ, અમુક અગ્ય શીલ એમ શીલની કિંમત બેલી શકાય નહીં. આથી વસ્તુ અને રસ્તે રીતિ માટે અગિયાર પ્રતિમા વહેવી જોઈએ.
સંસારમાં લુબ્ધપણું ન છૂટતું હોય તેને છોડવાને આ રસ્તે બતાવ્યું છે, તેથી વસ્તુની અયોગ્યતા કહેવાય નહીં. આથી સાડા પાંચ વરસની મહેતલ રાખી છે. આ વાત સમજ્યા નથી. સંસાર છૂટે તેને રોકવાના છે નહિ, સર્વથા ત્યાગ એ મૂળ ધયેય, તે “નાહ્યા એટલું પુણ્ય” એ કહેવાને વખત નથી. જેટલી અવિરતિ રહી એટલું નુકશાન છે. દેવતાના ભાવમાં પણ તેની લ્હાય ઓલવાતી નથી. શ્રેય ત્યાં પણ છે કે એટલી પણ અવિરતિ કેમ રહી?
ન્હાયા એટલું પુણ્ય એ સંસ્કાર ન રાખે. રહ્યાં એટલાં ગૂમડાં, રૂઝયું એટલું કલ્યાણ, એમ નહીં; પણ રહ્યાં એટલાં ગૂમડાં, અહીં જેટલી વિરતિ થઈ, પણ બાકી અવિરતિ રહી તે ગૂમડાં છે. એ બુદ્ધિ ઉપર આવશે એટલે, મિથ્યાત્વ, અવિરતિ, કષાયને વિચાર-ઉચ્ચારપ્રવૃત્તિ નથી તે પણ તે નહીં જાય ત્યાં સુધી કર્મ લાગવાનાં છે એ માનવું પડે, પણ મગજમાં હજુ તે ઊતરતું નથી.