________________
૫૧, સાધન અને સાધ્ય
[૪૨૧
પિતા માતા સુખ દે છે તે તું સુખ માન, પણ તેથી તે તે ખરું સુખ દેતા નથી. પિતાને જંજાળ હોય તેથી કદાચ સુખ ન દે, પણ માતા તે ખડી જ છે. પણ તે સુખ માતા કે પિતા દઈ શકતા નથી. માતાપિતા તને સામગ્રી દેશે, પણ સામગ્રી સંબંધિ રક્ષણનાં સાધને દેવાની માતા-પિતાની તાકાત નથી.
અંતરંગ શત્રુને તાબે ન થવું, વ્યસનમાં ન પડવું. તેનાથી રક્ષણ કરનાર કેણ? આચાર્યો. માતાપિતાથી એ બાંહેધરી નથી લેવાતી. દુર્વ્યસનની જડ માતાપિતાએ ઘાલી હોય છે. તેમણે તને શરીર, વચન, વિચારની કેળવણીની સાથે સાથે સંસારના સંબંધને પણ અવિહડ પિષણ આપ્યું. પિષણ કરવાની જડ કુટુંબીઓએ ઘાલી છે આ સડો કાઢે કેણુ? વ્યસનને સડો કાઢે કેણ? દુનિયાદારીની દષ્ટિએ વ્યસનને અને દુરાચારને સડો કાઢનાર માતા-પિતા કહેવાય છે, પણ સંસારની લાગેલી આગને બૂઝવે કેશુ? આચાર્યો. આચાર્યો બુઝવનારા છે માટે આચાર્ય સ્વાર્થબુદ્ધિ ટાળીને મોક્ષમાર્ગ તરફ દોરે છે. માટે આચાર્ય તરફથી જે સુખ-શાન્તિ-આનંદ મળે છે, તે સુખાદિ માતાપિતા દઈ શકતા નથી. આચાર્ય મહારાજના ચરણકમળે જે સુખ દે છે, તે માતા-પિતા દઈ શકતા નથી. માતાપિતા દુર્ગતિ રેકી શકતા નથી અને સદ્ગતિ આપી શકતા નથી. આચાર્ય મહારાજ દુર્ગતિ રોકી શકે છે અને સદ્ગતિ આપી શકે છે. આચાર્યનું તે પૂજન હમેશાં કરવું જ જોઈએ. જે આચાર્યની પૂજામાં લીન થયે, આરાધનાર થયે, માનનાર થયે તે જલદી મોક્ષસુખ પામી શકે છે. ત્રણ પદ કહ્યા. હવે ઉપાધ્યાય ચોથું ૫૬. અગે કહેવામાં આવશે.
બીજા દેવે મેહમાયાથી રહિત નથી, અન્ય સાધુઓ સ્ત્રીઓમાં રક્ત છે અને બીજો ધર્મ જે જીવહિંસાદિથી યુક્ત છે જ્યારે અહીં જૈન ધર્મમાં શુદ્ધ તત્ત્વની શ્રેણી પ્રાપ્ત થાય છે.