________________
૪૧૬]
દેશના મહિમા દર્શન
એટલે મેક્ષનાં સાધનો અને તે સડકે સિદ્ધશિલા શહેર જણાય છે એ બતાવ્યું. આ જીવ એ પ્રમાદી છે કે ઘડી થાય એટલે એની હૃદયરૂપી ધજા બીજે ફરકે. પવનમાં જેમ ધજા ફરકે તેમ આ ફરકવાવાળા તે તેને જ્ઞાન અને ક્રિયામાં આંધળો તથા પાંગળે ન કહે છે કે કહે? સંસાર ખારે છે એમ સાંભળો છતાં, જ્યાં સ્ત્રી છોકરાંને દેખ્યા, ત્યાં જ્ઞાનમાં પાંગળે અને બે પગે લુલિયે ! જ્ઞાનમાં તત્કાળ પરિણતિ બગડી જાય અને કિયામાં ધજાની પેઠે ક્ષણે ક્ષણે ચળવિચળ થાય. અને પગ ગળેલા દેરડા જેવા હોય તેવાને સડક અને શહેર સાંભળીને બળતરા થાય કે બીજું કંઈ થાય ?
આપણે જ્ઞાનમાં તદ્દન ખસી ગએલા અને ક્રિયામાં પૂરા પ્રમાદમાં ભરાએલા છીએ, માટે મોક્ષને માર્ગ લાંબે લાગે. મેક્ષના સુખ સાંભળીએ અને માર્ગ લાંબે છે એમ સાંભળીએ તે બળતરા થાય. એ બધું ટાળનાર હોય તે એક જ છે કે જેઓ આચાર્યપદે સ્થિત છે. આટલા માટે અરિહંત મેક્ષપ્રકાશક પ્રથમ પદે, સાધ્ય તરીકે સિદ્ધ ભગવાન બીજા પદે, તેમ ત્રીજા પદે આચાર્ય બિરાજમાન કર્યા છે. મેક્ષ એ શહેર તરીકે અને અરિહંતનું શાસન સડક તરીકે છે. પરંતુ નીકળનારને કઈ બાબત ઉપર પ્રથમ લક્ષ્ય આપવું પડે? તે સડક ઉપર પ્રથમ લક્ષ્ય દેવું પડે છે. સડક કરતાં શહેર કિંમતી છે, તેમ અરિહંત કરતાં સિદ્ધ કિંમતી છે, પણ અહીં સિદ્ધ કરતાં અરિહંત ઉપર પહેલું લક્ષ્ય આપવું પડે છે. વાહનની તજવીજ સડકને કિનારે મળે, તેમ આ વાહન કયાં છે? જિનેશ્વરના શાસને આગળ વાહન છે. ઘરના ઓરડામાં મોટર ન મળે, તેમ સ્ત્રી, ધન કુટુંબમાં મોક્ષમાર્ગ કે વાહન નહિ મળે; માટે સડકને નાકે આવે. જિનેશ્વર શાસનના મેખરે તમે ખડા રહે તે તમને આગળ લઈ જનાર વાહનરૂપે આચાર્યો ઊભા છે. ..
શાસનને અંગે આચાર્ય પદની કિમત કેટલી? શહેર કે સડક સુખ કયારે દે?