________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૯ કારણ હેય ધર્મ મેક્ષ સિદ્ધ ન કરી આપે તે પરમાર્થથી ધર્મ પુરૂષાર્થ ગણવા તૈયાર નથી. અભવ્યના વ્રત કે સર્વવિરતિ પચચખાણ હિસાબમાં ગણતાં નથી, કારણ મોક્ષના સાધક તરીકે દેશવિરતિ, કે સર્વવિરતિ તપ બનતા નથી. એટલા માટે અર્થ છે. કેવળ મેક્ષ અને ધર્મ પુરૂષાર્થ જે માનીએ તે. મેક્ષરૂપી કાર્યના કારણે તરીકે ધર્મ નામને પુરુષાર્થ ગણાય છે. •
જૈનધર્મ મેક્ષની કેટલી અધિકતા માને છે? તીર્થકરના નિર્વાણને કલ્યાણક દ્વારા આરાધે છે. નહીંતર તીર્થકર સરખા નાથ જાય ત્યારે કલ્યાણકને દિવસ માનીએ છીએ. એવા નાથને વિગ થાય. ધર્મપ્રાપ્તિનાં સાધને દુર્લભ થાય તે બધું ક્ષેતવ્ય. ત્રણ ભુવનના નાથને મળેલા મેક્ષકલ્યાણણક આગળ આપણું વિચારીએ તે દિલગીરી થાય, પણ તેમનું વિચારીએ તે આનંદ થાય છે. તે ખાતર આઠ દિવસ સુધી દેવતા નંદીશ્વરી મહોત્સવ કરે છે તે શા માટે કરે છે! ભગવાને કાળ કર્યો તેને તે મહત્સવ નથી, પણ જે અપૂર્વ પદાર્થ મેળવ્યું, મેક્ષ નામની ચીજ જે મેળવવી દુર્લભ છે, તે તેમણે મેળવી તેના આનંદનો ઓચ્છવ છે.
વિચારો, મેક્ષ ઉપર કેટલું ધ્યાન હોવું જોઈએ? તીર્થકરના સંગથી થતી ધર્મની દ્રઢતા, નિર્મોહતા, તે કરતાં મહાપુરુષને મળેલ મેક્ષ કિંમતી ગણીએ તે કલ્યાણકને દિવસ માની શકીએ.
મોક્ષ કલ્યાણકની મહત્વતા અને કર્તવ્યતા આપણે ત્યાં આનંદના તહેવાર ઉજવાય છે, પણ અફસના તહેવારે ઉજવાતા નથી. દીવાળીના કલ્યાણકને અંગે આપણે શું કરવાનું છે ? આપણે સોળ પ્રહર સુધી મહાવીરના ભવ્ય ધર્મનું શ્રવણ કરવું. ૪૫ આગમમાં દીવાળી આમ કરવી તે નહિ મળે. મોક્ષ જતી વખતે ભગવાને છઠ કર્યો. સેળ પહેરના પૌષધ કરી આરાધન કર્યું. આપણે પારંગતમાં નમસ્કાર્યપણું છે તે શાથી? ઉત્તમ પદાર્થ ખાતર તેમની આરાધને છે. બે લાખનું પચ્ચકખાણ છતાં શાલિભદ્રની ઋદ્ધિ હેજે એમ ચેપડામાં લખી દઈએ છીએ.