________________
૪૯. શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૯ કહેવું પડશે કે ઉપમાન ઉપમેયમાં સર્વ અંશે સાદસ્થ રહેતું નથી. “ચંદ્ર સરખું મુખ” કહીએ તે ચંદ્ર દહાડે દહાડે ક્ષય-વૃદ્ધિ પામે છે, તેમ મુખ ક્ષય–વૃદ્ધિ પામતું નથી. કેવળ ચંદ્રમામાં રહેલી સૌમ્યતા માત્ર લેવાય છે. સકલંકપણું, ક્ષયવૃદ્ધિપણું, આકાશમાં ભમવાપણું વગેરે સાથે મુખને સરખાવતા નથી. તે બધા ગુણ ધર્મ ઉપમામાંથી લેવાતા નથી, તેમ રત્નનું હેયપણું અમે નહીં લઈએ તથા અહીં રત્નને અંગે જડ૫ણુને, ડૂબવાપણાને ગુણ પણ નહીં લઈએ. તે કયે ગુણ લે છે? મુખને અને ચંદ્રને સમધર્મ સૌમ્યતા છે, તેમ ધર્મને અને રત્નને સમધર્મ કિંમતીપણું છે.
ધર્મરત્નની લક્ષ્યાથ વ્યાખ્યામાં મૂંઝવણ ધર્મનું કિંમતીપણું સમજવામાં મુશ્કેલી ઊભી થઈ રત્ન જે ઉપમાન તે અધિક કિંમતી, ધર્મ ઉપમેય તે ઓછું કિંમતી. ચંદ્ર વધારે સૌમ્યતાવાળે, મુખ ઓછી સૌમ્યતાવાળું છે. કિંમતીપણાને અંગે ધરમની ધૂળ ઊડી ગઈ અર્થાત્ ધર્મની ઓછી કિંમત ગણ. આથી રત્ન અજ્ઞાની માટે કિંમતી ગણાવ્યું, પરંતુ જ્ઞાની. વૈરાગી માટે રત્નની કિંમત નથી તે ધર્મરત્ન” કેમ બોલ્યા? અહીં લક્ષણા કરવાની જરૂર રહી. “રત્ન” શબ્દનો અર્થ કરતી વખતે દુનિયામાં ઢેફાના ભાઈ રતનને છેડી દીધા. લક્ષણ ઉત્તમોત્તમમાં કરી તેથી ધર્મ ઉત્તમોત્તમ જ છે.
| મુખ્યાથ–લક્ષ્યાથની વાસ્તવિક વ્યવસ્થા
હવે કહેશે કે લક્ષણા કરવી હતી તે પહેલેથી ઉત્તમોત્તમ કહેવું હતું ને? બાવાજીએ કાંઠે કેમ ન કહ્યું ? તાપીમાં ઝૂંપડી કેમ કહી ? નર્મદાને કાંઠે ભરૂચ છે, સૂરત તાપીને કાંઠે છે. સૂરત જેટલામાં રહ્યું છે તે બધાને કાંઠો ગણ્ય. માટે અહીં રન-શબ્દ મુખ્યાર્થમાં ટકી શકતે નથી. તેને ઉત્તમત્તમમાં લઈ જવે છે. કેટલાક છો રત્નના મુખ્યાર્થથી અધિકારી છે. ને કેટલાક રત્નના લક્ષ્યાર્થથી અધિકારી છે. ધર્મરત્નાર્થી જેટલા જી પરિગ્રહમાં આસકત છે, પરિગ્રહને છેડી શક્યા નથી. તેમનાથી પરિગ્રહ છૂટતો નથી. આમ જે પરિગ્રહમાં આસકત છે, લીન છે. પરિગ્રહને અગીઆરમે પ્રાણ