________________
૪૬, દ્રવ્ય ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૮ તિથિ ઉડાડી. પૌષધ કરે તે આરાધનાના માર્ગમાં ન રહે કારણ કે તે તિથિઓ નિયમિત પૌષધવાળી છે. આઠમ ચઉદશ સિવાય સાધુઓ ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત નથી એટલા જ માટે શાસ્ત્રકારોએ તુષ્કર્ષો” કહ્યુંતે ચાર પર્વમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત કહ્યું. ગશાસ્ત્રની ટીકામાં ખુદ હેમચંદ્રાચાર્ય મહારાજે તે ચારપર્વની વ્યાખ્યા કરેલી છે કે-આઠમ–ચૌદશ-પૂર્ણિમા અને અમાસ એ ચતુષ્કર્વી ગણાય છે.
પર્વતિથિનું આરાધન કાળથકી હોવાથી આરાધનામાં પર્વતિથિને ક્ષય ગણવાનું આરાધકને પરવડે તેમ જ નથી. પર્વતિથિ કાળ થકી આરાધનાનું સ્થાન ગણાય, તેથી પર્વતિથિને આરાધનામાં ક્ષય ગણાય નહીં. જોતિષચકે પર્વ તિથિઓને લેપ બતાવ્ય-અષાઢી પુનમ જેવી પર્વિસીય ક્ષય બતાવ્યું, પણ પર્વનું આરાધન કાળથકી હોવાથી શાસ્ત્રકારોને તે પાલ નથી ! એ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી અને કાળથી આરાધના જણાવી. ભાવથી આરાધના અગ્રે
ભવિષ્યના દુઃખને ભેદનાર–નાશ કરનાર હોવાથી ધર્મ શરણ-રક્ષણ કરનાર કહેવાય છે, કારણ કે પહેલેથી જ તે ધર્મ આ જીવને શિક્ષા–શિખામણ આપે છે કે જેથી પાપ આવે જ નહિ. પાપ આવે તે દુઃખ થાય.
0
હે ભગવાન, કેઈ પણ ઠેકાણે હિંસાદિને પ્રવર્તાવનાર તમારું શાસ્ત્ર આગમ જોવામાં આવતું નથી પરંતુ વચન સમતારસથી ભરેલું જોવાય છે.
હે ભગવાન્ ! સંસારની શાંતિ માટે તમારા છે શાસ્ત્ર–આગમમાં બે બાબત ભરેલી છે. હંમેશાં આશ્રની હાનિ અને સંવરની શ્રેણીનું ગ્રહણ.