________________
૪૭. ધર્મની મુખ્યતા
૩િ૮૩
ખબર નથી કે આ સાધન દ્વારા સુખ મળશે કે દુખ ડેકિયાં કરશે? જે સાધન દ્વારા સુખી થવા મથે છે, તે દુઃખથી ભરપૂર છે, મળ્યાં પછી મૂક્વા પડશે.
પાકિસ્તાનમાં સ્થાવરજંગમ મિલકતે ધરાવનારા હિંદુઓને ખબર નહતી કે બધું મૂકીને જવું પડશે. પાકિસ્તાન છોડીને જતી વખતે બધું મૂકવું પડશે એવું હિંદુઓ જાણતા હતા તે સ્થાવરજંગમ મિલક્ત વધારત નહિ. અજાણ હિંદુઓ ફસાઈ ગયા પરંતુ તમે જાણી જોઈને કેમ ફસાઓ છો? કારણ કે નિકાશના સજજડ પ્રતિબંધવાળા પ્રદેશમાં જન્મ્યા છે છતાં જાણી જોઈને નિકાશના પ્રતિબંધવાળી ચીજોને ભેગી કરવા પાગલ કેમ બન્યા છે?
પ્રતિબંધ વગરની ચીજ પુણ્ય-નસીબ-ધમ આસ્તિક અને નાસ્તિકે વચ્ચે પુણ્ય–પાપ, સ્વર્ગ-મક્ષ વગેરે પદાર્થમાં મતભેદ છે, પણ મેળવ્યું એ મૂકવા માટે છે એ સિદ્ધાન્તમાં મતભેદ નથી. આપણે દશાને વિચાર કરે કે આ જન્મમાં આ સ્થિતિએ રહ્યા છીએ કે જવાના અવસરે બધું મૂકીને જવાનું છે, મૂકવાના અવસરે બીનશરતીએ મૂવું પડશે. જે પદાર્થોને આકરામાં આકરે પ્રતિબંધ હોય તેના પરદેશી ચલણની કિંમત વધે છે. જે દેશના રાજા મહારાજાઓને સમજાય છે કે આ રાજગાદી ઉપરથી અણધાર્યા ઊઠવું પડશે, આવી ધારણાવાળા રાજા રાજવીએ પરદેશમાં સ્થાવરાદિ મિલકત વસાવે છે. રાજા મહારાજાને તે ગાદી છેડવાના સમાચારની નેટીસ પણ આવે છે, પણ આપણે તે વગર નેટીસે બધું છોડવું પડશે, માટે પરદેશમાં નિકાશના પ્રતિબંધ વગરની ચીજને સંગ્રહ કરે.
પ્રતિબંધ વગરની ચીજ કઈ ?-પુય. સભામાંથી એક ભાઈ પૂછે છે કે પુય એકલું કેમ? પાપ કેમ નહિ?
સમાધાનમાં સમજવું કે પાપને પ્રતિબંધ નથી. છતાં લઈ જવા લાયકની ચીજ નથી. બધી ચીજ સાથે તેને પ્રતિબંધ થઈ ગયે હેત તે જીવને ભવાંતરમાં મૂંઝવણું ન થાત. આ ઉપરથી પરદેશ—ભવાન્તર માટે નિકાશના પ્રતિબંધ વગરની ચીજ પુણ્ય નસીબ-ધર્મ છે.