________________
૪૦. પુણ્ય બાંધવાના ઉપાય
[૩ર૩ હોય છે, પણ ધ્યેય કયું? આત્માનું સાધવાનું ધ્યેય, નાસ્તિકાદિને આવતું નથી. પ્રવૃત્તિ આખો દિવસ કરે, પણ પેલા સિપાઈ જેવું થાય. અણીયાળી ભૂલી ગયે. આપણે આત્માનું સાધવાનું ભૂલી જઈએ, અને છોકરાનાં નામે ધન-કુટુમ્બ–વિષયમાં પ્રવૃત્તિ કર્યા કરીએ તે શું થાય?
આથી શિષ્ય કહે છે કે “મહારાજ ! પ્રથમ નિશ્ચય કરાવે કેઅમારે ધ્યાન કયાં રાખવું? મેક્ષ એ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. પણ જે કાળમાં મેક્ષે જવાતું ન હોય તે ત્યારે ધ્યેય રાખે શું વળે?” ગુરુમહારાજ કહે છે કે-“પણ એક દહાડે મુંબઈ ન પહોંચાય તે વચમાં વિસામે કરી મુંબઈ પહોંચાય. એક ભવમાં મોક્ષ ન મળે તે વચ્ચે સારા ભવના વિસામા લેવાય, એ રીતે મોક્ષ સાથે.”
મરતાં “નરકે જાઉં તે ઠીક' એમ કઈ બોલતું નથી પરંતુ મારી ગતિ સારી થાય. તે ઠીક” એમ બહુ ઈચ્છા કરે છે, પરંતુ તાંબી પૈસે લઈ બજારમાં જાય ને ઝવેરી પાસેથી તેને હીરે માગે તે તે મળે? તેમ પાપ એકઠું કરી સદ્ગતિ માંગીએ તે ન મળે. પુણ્ય પ્રકૃતિ ન મેળવી હોય, તે સદ્ગતિ કયાંથી મળે?
ચાર દહાડાની ચાંદરણી, પછી ઘેર અંધારી રાત. કુટુમ્બાદિક સારાં મળી ગયાં છતાં–ચાર દહાડાની ચાંદરણી ને પછી ઘેર અંધારી રાત” જેવું થાય સુભૂમચકી ને બ્રહ્મદત્તચકીને મળવામાં કંઈ બાકી હતું ? જેવા ભરત મહારાજાને છ ખંડ, ૧૪ રત્ન, ૯ નિધાન હતા તેમ તેમને પણ બધું મળ્યું જ હતું. પુણ્ય ઉદય તે સરખે જ છે. ચક્રવર્તી પણાની અપેક્ષાએ પૂન્યદય સમાન હોવા છતાં ભરત-સનકુમારના પુણ્યદયમાં પુણ્યની પાછળ પણ પુણ્ય ભોગવે છે ને પાછળ પુણ્ય બંધાય. જ્યારે સુભૂમ બ્રહ્મદત્તને પુણ્યદય પાપ બંધાવવાવાળે હતે. કેટલાક પૂર્યોદયે પાપને બંધ કરાવે.
શિષ્ય ચાં. જે ભક્તિમાં રહે-શરણાગત થાય, તેને અડચણ આવે તે માલિકને જવાબદારી. શરણાગતને પાળવા માટે ચેડા મહારાજે લડાઈ કરી. હલવિહલ્લ શરણે આવ્યા, તે તેને પાળવા માટે લડાઈ કરી પિતાને પ્રાણ આપે, પણ શરણાગતિનું રક્ષણ કર્યું,