________________
૩૯. ભગવંતની વાણી
૩૨૧
સાબુ-ક્ષારની–બાફની જરૂર નથી, પણ મહાપુરુષને ઉપદેશ આત્માને મેલ દૂર કરી શકે. એટલા માટે શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે-“ભગવાન મહાવીરની વાણું તે જ તમારા કાર્યને કરનારી છે.”
“માનામ.” જેમ બહારના મેલને દૂર કરવા માટે પાણી અપૂર્વ સાધન છે, તેમ આત્માના શુદ્ધ નિશ્ચય–બોધ-વર્તનને રોકનારા મેલતે ત્રણે પ્રકારના મેલ, તે અંતરના મેલ. તે મેલનું પ્રક્ષાલન કરી નાખવા માટે, તેને સર્વથા ઈનાખવા માટે મહાપુરુષોને ઉપદેશ અપૂર્વ સાધન છે. પાણીના પ્રવાહથી ધએલી ચીજ ફરી પાછી મેલી થવા પામે છે, પણ ભગવાનની વાણીથી વાએલ આત્મા તે ફરી મલિન થતું નથી. આત્માની ફરી મલિનતા ન થાય, તેવી રીતનું જે દેવું અને તે ધોવા માટે પાણી સમાન કેઈ પણ ચીજ હોય તે, મલક્ષય દ્વારા મહાવીર ભગવાનની વાણી છે.
આ સાંભળી જે ભગવાનની વાણુ તરફ આદરવાળા થશે, તે આ ભવ પરભવમાં માંગલિક માળા પહેરીને મેક્ષસુખને વિષે બિરાજમાન થશે.
"